
સુધરી જાવ તો નહીં તો આકરા નિયંત્રણો લદાશેઃ તેલંગાણાના એક ગામમાં 10 દિવસનું લોકડાઉન
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી નિયંત્રણો લાદવા સૂચનો કર્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો માસ્ક વિના તથા સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન તેલંગાણાના એક ગામમાં ગ્રામજનોએ 10 દિવસનું લોકડાઉન કર્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના તેલંગાણામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને ગુડેમ ગામના ગ્રામજનોએ ગામમાં લોકડાઉન લગાવ્યું છે. આ ગામ તેલંગાણાના રાજન્ના-સિરસિલા જિલ્લામાં આવેલું છે. તેલંગાણાના કોઈ ગામમાં ઓમિક્રોનને લઈને લોકડાઉન નાખવામાં આવ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. ગુડેમ ગામ ભારતનું પ્રથમ ગામ છે જ્યાં ઓમિક્રોનના પગલે લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સહિત દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 236 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને ઓમિક્રોનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી નિયંત્રણો લાદવા સૂચના આપી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તબીબો સહિતના આગેવાનો સાથે ઓમિક્રોનની સ્થિતિને લઈને ચર્ચા કરશે.
(Photo-File)