
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 10ના મોત
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી છે.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આગરા હાઈવે પર કુંદરકી વિસ્તારમાં નાનપુર પુલ નજીક સવારે કન્ટેરન અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેઈકની લહાયમાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ અન્ય વાહન પણ તેની સાથે અથડાયા હતા. બસ મુસાફરોને લઈને મુરાદાબાદ જતી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. દુર્ઘટનામાં બસના આગળને ભાગને ભારે નુકસાન થયું છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ આરંભી છે. દુર્ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો.