1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 18-19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 18-19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 18-19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. ચૂટણીનો વિધિવતરીતે કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે

વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણીની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આચારસંહિતા ભંગની ફરિયાદો માટે દરેક જિલ્લામાં ચૂંટણી પંચના કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં  કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા છે. જેમાં  2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો તેમજ 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 18થી 19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે.

ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા. 05/01/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો છે. તેમજ 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, સપ્ટેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023ના બીજા અઠવાડિયા (સંક્ષિપ્ત સુધારણા 2024) સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંબંધે અરજી કરેલી તેવા 13 લાખથી વધુ મતદારો માટે EPIC વિતરણની કામગીરી ડિપાર્ટમેન્ટ ઑફ દ્વારા હાલ ચાલુ છે, જે માર્ચ-2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ડિસેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024ના પહેલા અઠવાડિયા સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંદર્ભે અરજી કરેલી તેવા 3.5 લાખથી વધુ મતદારો માટે EPIC કાર્ડ મતદાનના દિવસ પૂર્વે તમામને મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અને VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU, 71,682 CU અને 80,308 VVPATનો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભા મતવિસ્તાર મુજબ EVM-VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવશે. તેમજ સેકન્ડ રેન્ડમાઈઝેશન હરીફ ઉમેદવારો તેમજ ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા 7 મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code