
ઓપરેશન કાવેરી અંતર્ગત સુડાનથી ભારતીયોની 14મી બેચ દિલ્હી આવી પહોંચી
દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.વિતેલા દિવસને શનિવારે, ભારતીય નાગરિકોની 14મી બેચને લઈને એક નૌકાદળનું જહાજ પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થયું હતું.
ભારતીય નૌકાદળના જહાજ INS તેગે શનિવારે ઓપરેશન કાવેરી હેઠળ મુશ્કેલીગ્રસ્ત સુડાનમાંથી 288 ફસાયેલા ભારતીયોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. સુદાનથી જેદ્દાહ જઈ રહેલા લોકોની આ 14મી બેચ છે. 288 ભારતીયોનું સ્થળાંતર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વિટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયોની 14મી બેચ પોર્ટ સુદાનથી રવાના થઈ ગઈ છે.
આ સાથે જ INS તેગમાં સવાર 288 મુસાફરો જેદ્દાહ પહોંચ્યા. આ પહેલા પોર્ટ સુડાન ખાતે ઉભેલી INS સુમેધા પણ 300 મુસાફરોની 13મી બેચ સાથે જેદ્દાહ માટે રવાના થઈ હતી. યુદ્ધના ધોરણે અભિયાન ચાલુ છે સત્તાવાર આંકડાઓ અનુસાર સુદાનમાંથી લગભગ 2400 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.
ભારત સરકાર ઇવેક્યુએશન ઓપરેશનના ભાગરૂપે સુદાનમાંથી ભારતીય મૂળના લગભગ 3000 મુસાફરોને બહાર કાઢવા માટે તૈયાર છે.અત્યાર સુધીમાં 1725 મુસાફરો ઘરે પરત ફર્યા છે, જ્યારે સુદાનથી 365 ભારતીય મુસાફરોનું બીજું જૂથ ઓપરેશન કાવેરી હેઠળ શનિવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યું છે. તે પહેલા શનિવારે સવારે પણ 231 ભારતીય મુસાફરોને લઈને એક વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું.