1. Home
  2. Agency
  3. News
  4. પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર બસ ખાઈમાં પડી જતાં 15 લોકોના મોત
પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર બસ ખાઈમાં પડી જતાં 15 લોકોના મોત

પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર બસ ખાઈમાં પડી જતાં 15 લોકોના મોત

0
Social Share

નવી દિલ્હી 28 ડિસેમ્બર: Guatemala Bus Accident પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક બસ ખાઈમાં પડી જતાં 15 લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતકોમાં 11 પુરુષો, ત્રણ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. ગાઢ ધુમ્મસ અને નબળી દૃશ્યતા વચ્ચે આ અકસ્માત સોલોલા વિભાગમાં થયો હતો.

અમેરિકામાંથી ગમખ્વાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ગ્વાટેમાલાના ઇન્ટર-અમેરિકન હાઇવે પર મુસાફરો માટે કાળ બનીને આવી હતી. મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક પેસેન્જર બસ રેલિંગ તોડીને સીધી ઊંડી ખાઈમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 19 થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી પુરજોશમાં હાથ ધરી હતી.

નોંધનીય છે કે અકસ્માતની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઇટર્સ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક અગ્નિશામક દળના પ્રવક્તા લીએન્ડ્રો અમાડોએ જણાવ્યું હતું કે, “આ કરુણ અકસ્માતમાં 15 લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો છે, જેમાં 11 પુરુષો, 3 મહિલાઓ અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. બચાવકર્મીઓએ ભારે જહેમત બાદ બસના પતરા ચીરીને 19 જેટલા ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ અકસ્માત ગ્વાટેમાલાના સોલોલ ડિપાર્ટમેન્ટમાં હાઇવેના 172 અને 174 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં સર્જાયો હતો. આ વિસ્તાર તેની ભૌગોલિક સ્થિતિ અને ગાઢ ધુમ્મસ માટે કુખ્યાત છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વહેલી સવારે દૃશ્યતા અત્યંત ઓછી હોવાને કારણે ડ્રાઇવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

ઉલ્લેખનીય છે કે, ગ્વાટેમાલામાં આ વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ફેબ્રુઆરી 2025માં પણ ગ્વાટેમાલા સિટી પાસે એક ભયાનક બસ દુર્ઘટનામાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ પોલીસ આજના અકસ્માતમાં કોઈ યાંત્રિક ખામી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે.

વધુ વાંચો: જમુઈમાં સિમુલતલા અને લહાબન વચ્ચે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code