1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં બ્રિજ નીચેથી બાઈકની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 23 બાઈક કબજે કરાયા
અમદાવાદમાં બ્રિજ નીચેથી બાઈકની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 23 બાઈક કબજે કરાયા

અમદાવાદમાં બ્રિજ નીચેથી બાઈકની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 23 બાઈક કબજે કરાયા

0
Social Share

અમદાવાદ, 17 એપ્રિલ 2026: Gang caught stealing bikes શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલા બાઈકની ચોરી કરતી ત્રણ શખસોની ગેન્ગને સોલા પોલીસે દબોચી લીધી છે. પોલીસે એક બાઈક ચોરીની તપાસ કરી રહી હતી. જ્યારે પોલીસે એક બાઈક ચોરને પકડ્યો તો તેની પાસેથી ચોરીના અન્ય 22 બાઇક મળી આવ્યા હતાં. પોલીસે કુલ 23 ચોરીના બાઇક સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

શહેરની સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાઈકની ચોરી થતા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે સીસીટીવી કૂંટેજના આધારે પગેરૂ મેળવીને એક બાઈક સાથે ચોરને ઝડપી લીધો હતો. આ આરોપીની પૂછતાછમાં આરોપીએ એક બાઈક નહીં પરંતુ તેના અન્ય સાગરીતો સાથે મળીને કુલ 23 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.જે દેસાઈ અને એન.એ સિંઘને તપાસ દરમિયાન બાઈકચોર ગેન્ગને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે મુકેશ પારગી અને ભરત શિંગાળા નામના અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓને સાથે લઈ જઈને ભાડજ સર્કલ પાસેથી ચોરી કરીને સંતાડેલા 22 બાઈક કબ્જે કર્યા હતાં.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ સોલામાંથી 9, રામોલમાંથી 5, કૃષ્ણનગરમાંથી 1, ઓઢવમાંથી 1, નિકોલમાંથી 1, રીવરફ્રન્ટમાંથી 1 અને કઠલાલમાંથી 1 બાઇકની ચોરી કરી હતી. આરોપીની ધરપકડથી કુલ 19 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ ચોરી કરવા માટે નકલી ચાવીનો એક જુડો સાથે રાખતા હતા. જે બાદ હીરો કંપનીના સામાન્ય સ્પ્લેન્ડર બાઈકને જ ટાર્ગેટ કરીને તેમાં ચાવી નાખીને લોક ખોલી ચોરી કરતા હતાં. આરોપીઓ આ બાઇક ભેગા કરીને વેચવાના હતા પરંતુ તે પહેલા જ બાઈકચોર આરોપી પકડાઈ ગયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code