અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 3 વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા 1500 કર્મચારીઓની બદલીઓ કરાશે
અમદાવાદ: શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે 1000 દિવસથી એક જ સ્થળે નોકરી કરતા હોય તેવા તમામ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવાનો મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે. બે તબક્કામાં મળી અંદાજે 1500 કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરાશે. હાલ જે તે વિભાગના વડા દ્વારા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસમાં પ્રથમ તબક્કા હેઠળ 1000 કરતા વધુ કર્મચારીઓની આંતરિક બદલી થઇ શકે છે. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઘણાબધા કર્મચારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. એના લીધે ગેરરીતિ કે ભષ્ટ્રાચાર પણ વધ્યો છે. તેમજ કર્મચારીઓની કાર્યદક્ષતા વધારવા માટે કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવાનો મ્યુનિ.કમિશનરે નિર્ણય લીધો છે. એક જ સ્થળે 1000 દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓની બદલીઓ કરાશે. વર્ષ 2016 બાદ પ્રથમવાર આટલા મોટા પાયે બદલી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પહેલા નાના પાયે બદલી પ્રક્રિયા કરાઈ હતી. હવે ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે. પોતાની બદલી ક્યાં વિભાગ અને વોર્ડમાં થશે એ બાબતને લઈને તમામ સ્ટાફમાં ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, AMCના કર્મચારીઓની મોટાપાયે બદલીનો તખ્તો તૈયાર કરાયો છે. જેમાં બે તબક્કામાં અંદાજે 1500 કર્ચમારીઓ અને અધિકારીઓના બદલીના સમાચારે વાતાવરણ ગરમાયું છે. માત્ર આગામી 4થી 5 દિવસથી પ્રથમ તબક્કાની બદલી થવાની છે, જેમાં કોની બદલી થશે તે તો નક્કી નથી. પરંતુ બે તબક્કામાં બદલીઓના સમાચાર મળી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 1 હજારથી વધુ કર્મચારીઓની આંતરિક બદલી થશે. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે. એક જ સ્થળે 1 હજાર દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની નજરમાં હતા. જેમાં ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે.