1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલિકનો મામલો ઉઠાવીને વિરોધ કર્યો હતો. જ્યારે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવતું બીલ રજુ કરવામાં આવ્યું હતું.  આવતી કાલે શુક્રવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે પ્રથમ દિવસે સ્વર્ગસ્થ પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી અને અન્ય પૂર્વ દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રસ્તાવ પસાર કરાયો હતો. ગૃહમાં  પેપરલીકની ઘટનાઓના પગલે સરકારે સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા નવો કાયદો લાવવાનું બિલ રજૂ કરવામાંઆવ્યું હતુ . તો બીજી તરફ પેપરલીક મામલે વિપક્ષ કોંગ્રેસે  હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની વારંવાર બનતી ઘટનાઓ રોકવા માટે પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા વગરની અને ભાજપની તોતીંગ બહુમતીના કારણે આ વિધેયક આસાનીથી પસાર કરવામાં આવ્યું હતુ. જેમાં પરીક્ષા વિધેયક 2023 પસાર થયા બાદ હવે પેપર લીકની ઘટના બને તો ષડયંત્ર રચનારાઓને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પાંચ વર્ષથી દસ વર્ષ સુધીની સજા ફરમાવવામાં આવશે. હવે પેપર લીક ઘટના બને તો ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા કે વિભાગની સંડોવણી માલુમ પડશે તો તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના ઉદબોધનથી શરૂ થયેલા આજના બજેટ સત્ર ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ નેતા વગરનું બની રહ્યું હતુ. 35 દિવસના સત્ર દરમિયાન 27 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023 -24 માટે નું બજેટ રજૂ કરશે.આ સત્ર દરમિયાન પાંચ જેટલા વિધાયકો રજૂ કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીમાં અરજી કરવાની મુદત વધારવાનું બિલ 27 ફેબ્રુઆરીએ અને પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરતું બિલ 28 ફેબ્રુઆરીએ રજૂ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code