1. Home
  2. Tag "gujarat assembly"

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

ગુજરાતમાં નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ: હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા ભરતી સંદર્ભે કોઈપણ વ્યક્તિ શોર્ટકટ અપનાવીને નકલી અધિકારી બનીને છેતરપિંડી કરે, તો સરકારના તમામ વિભાગો પ્રોએક્ટીવલી અને ગંભીરતાપૂર્વક કામગીરી કરીને કાયદેસર કાર્યવાહી કરે છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ […]

ગુજરાતમાં હવે સ્કૂલની જેમ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરાશેઃ રમતગમત મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં કુલ રૂપિયા 8.71 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.  રમતથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે છે. એ જીત પર પણ હસી શકે છે અને હારને પણ પચાવી શકે છે. છેલ્લા 2 […]

ગુજરાતમાં સાડા છ કરોડ લોકોની આરોગ્ય સેવા માટે સરકાર કોઈ કચાસ રાખશે નહીઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગ માટે વર્ષ 2024-25 ની અંદાજપત્રીય માંગણીઓમાં જણાવ્યું કે, રાજ્યના 6.5 કરોડના આરોગ્યની દરકાર અમારો આરોગ્ય પરિવાર કરી રહ્યો છે. આરોગ્ય વિભાગના 73 હજાર થી વધું કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજરત રહીને પ્રત્યેક નાગિરકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ પુરી પાડવાની કટિબધ્ધતા દેખાડી […]

ગાંમડાઓમાં શહેરોની જેમ જ માળખાકિય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ છેઃ કુંવરજી હળપતિ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી  કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ […]

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે PM મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભાએ કર્યો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનારા ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને […]

ગુજરાતમાં 1.32 કરોડ પરિવારોમાંથી 72 લાખ પરિવારો અનાજ લેવા લાઈનોમાં ઊભા રહે છેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે 156ની બહુમતિવાળી સરકાર હોય,  ડબલ એન્જીન હોય, અને બજેટ રજુ કરવામાં આવ્યું હોય તો પણ ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસની બોટલ ન મળ્યો. ગુજરાતીઓને ફક્ત રાજસ્થાન સરકારની ગેસના બાટલાની જાહેરાતો જોઇને […]

ગુજરાત વિધાનસભામાં વડોદરાના હરણી બોટકાંડ, મોંઘવારી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. 29 દિવસના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ લોક પ્રશ્નો ઉઠાવવામાં આવશે. તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે. તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં બોટ જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ […]

ગુજરાત વિધાનસભાના 1લી ફેબ્રુઆરીથી મળનારા બજેટસત્રમાં ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. જેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code