1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારીના 2 વર્ષ પુરાઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.34 લાખ કેસઃ રિકવરી રેટ 94.21 ટકા પર પહોંચ્યો
કોરોના મહામારીના 2 વર્ષ પુરાઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.34 લાખ કેસઃ રિકવરી રેટ 94.21 ટકા પર પહોંચ્યો

કોરોના મહામારીના 2 વર્ષ પુરાઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.34 લાખ કેસઃ રિકવરી રેટ 94.21 ટકા પર પહોંચ્યો

0
Social Share
  • છેલ્લા 24 કલાકમાં 2 લાખ 34 હજાર નવા કેસ નોંધાયા
  • સકારાત્મકતા દર 14.50 નોંધાયો
  • રિકવરી રેટ 94 ટકાને પાર પહોચ્યો

 

દિલ્હીઃ-  આજે 30 જાન્યુઆરી આજથી 2 વર્ષ પહેલા કોરોના મહામારીની શરુઆત આપણા દેશમાં થી હતી, આજના આ દિવસે પ્રથમ કોરોનાનો કેસ કેરલમાંથી ણળી આવ્યો હતો ત્યારથી લઈને આજદિન સુધી કોરોનાના કેસો વધઘટ થતા જ રહ્યા છે, કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેર તીવ્ર બની હતી જેમાં લાખો લોકોના જીવ ગયા ત્યાર બાદ હાત ત્રીજી લહેર ચાલી રહી છે, આ લહેરમાં કોરોનાના કેસ વધુ નોંધાઈ રહ્યા છે જો કે મૃત્યુઆંક પહેલાની સરખામણીમાં ઓછો જોવા મળે છે જે રાહતની વાત છે.

કોરોનાના આ બે વર્ષ દરમિયાન નવા નવા વેરિએન્ટ સામે આવ્યા જેમાં ડેલ્ટા અને ડેલ્ટાના સબવેરિએન્ટ ત્યાર બાદ ત્રીજી લહેર માં ઓમિક્રોન અને ઓમિક્રોન ના પમ સબવેરિએન્ટ સામે આવ્યા ત્યારે હાલ 2 વર્ષ બાદ પમ દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં24 કલાકમાં ભારતમાં કોરોનાના 2.34 લાખ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સકારાત્મકતા દર 14.50 ટકા જોવા મળ્યો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 165.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ સાથે જ જો સક્રિય કેસોની વાત કરીએ તો ભારતમાં હાલમાં 18 લાખ 84 હજાર 937 સક્રિય કેસો જોવા મળી રહ્યા છે.તે જ સમયે, રિકવરી રેટ હાલમાં 94.21 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 52 હજાર 784 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 893 મોત નોંધાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code