1. Home
  2. ગુજરાતી
  3. T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે એશિયાની 2 ટીમો,આ 8 દેશો વચ્ચે થશે ટક્કર
T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે એશિયાની 2 ટીમો,આ 8 દેશો વચ્ચે થશે ટક્કર

T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે એશિયાની 2 ટીમો,આ 8 દેશો વચ્ચે થશે ટક્કર

0
Social Share
  • ટી20 વર્લ્ડ કપ આવતા વર્ષે રમાશે 
  • એશિયન ક્વોલિફાયરમાં 8 ટીમો વચ્ચે સ્પર્ધા
  •  નેપાળમાં ક્વોલિફાયરનું થશે આયોજન
  • આજથી 5 નવેમ્બર સુધી આયોજન 

મુંબઈ: આઈસીસી ટી20 વર્લ્ડ કપ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આ ટૂર્નામેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો રમતી જોવા મળશે. મુખ્ય ટુર્નામેન્ટ પહેલા ક્વોલિફાયર મેચો રમાશે. એશિયન ક્વોલિફાયરમાં 8 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આ ક્વોલિફાયરનું આયોજન નેપાળમાં 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ 8 ટીમોમાંથી 2 ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે.

આ ક્વોલિફાયર રાઉન્ડમાં એશિયાની 8 ટીમો રમશે જેમાં નેપાળ, બહેરીન, હોંગકોંગ, કુવૈત, મલેશિયા, ઓમાન, સિંગાપોર અને UAEનો સમાવેશ થાય છે. આ ટીમો ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં બે સ્થાનો માટે સ્પર્ધા કરશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો 3 નવેમ્બરે સેમીફાઈનલ મેચ રમશે, જેમાં વિજેતા ટીમો T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. 5 નવેમ્બરે એશિયા ક્વોલિફાયરની ફાઇનલમાં ટોચની બે ક્વોલિફાયર ટીમો સામસામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર જૂથો

ગૃપ એ      ગ્રુપ બી 

મલેશિયા     બેહરીન
નેપાળ         સંયુક્ત આરબ અમીરાત
ઓમાન       હોંગકોંગ
સિંગાપુર      કુવૈત

એશિયન ક્વોલિફાયરની તમામ આઠ ટીમોની સ્ક્વોડ

કુવૈત

મલેશિયા

નેપાળ

સંયુક્ત અરબ અમીરાત ( યુએઈ)

ઓમાન

સિંગાપુર

બહરિન

હૉંગ કૉંગ

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code