
ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો.
આ તમામ ભૂકંપોનું કેન્દ્ર એન્ડીવર સાઈટ પર હતું. આ સાઈટ વેંકૂવર આઈલેડથી 240 કિલોમીટર દૂર છે. સમુદ્રની અંદર રહેલી એન્ડીવર સાઈટ પર ઘણાં બધાં હાઈડ્રોથર્મલ વેંટ્સ છે. એટલે કે આવી જગ્યા જ્યાંથી સમુદ્રની અંદર ગરમ ગેસ, લાવા વગેરે નીકળે છે. આ વેન્ટ્સ જુઆન ડે ફુકા રિજ પર રહેલો છે. અહીં સમુદ્રના તળને બે ભાગમાં વહેંચે છે.
યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ડોક્ટોરલ કેન્ડિડેટ જો ક્રોસે ક્હ્યુ છે કે આ આખો વિસ્તાર એક સબડક્શન ઝોનથી અલગ હોય છે. એટલે કે અહીં એક ટેક્ટોનિક પ્લેટ અન્ય પ્લેટની નીચે ખસી રહી છે. જો આ ઘટના તટની વધુ નજીક સતત થતી રહેશે, તો ઘણો મોટો અને નુકશાનદાયક ભૂકંપ આવવાની સંભાવના છે. જેનાથી કેનેડાને ખતરો થશે.
કેનેડાની નીચે સમુદ્રમાં બની રહ્યું છે નવું જમીની લેયર-
જો ક્રોસે કહ્યુ છે કે સમુદ્રની વચ્ચે રહેલી રિજ પર થનારી કોઈપણ પ્રકારની ભૌગોલિક ગતિવિધિ પાંચ અથવા તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ લાવી શકે છે. હાલ એવો ખતરો જોવા મળી રહ્યો નથી. ભૂકંપ એવી ઘટના છે, જે અહીં જણાવે છે કે સમુદ્રના તળમાં ક્રસ્ટનું નવું નિર્માણ થઈ રહ્યું છે અથવા તો પછી કેટલોક જમીની બદલાવ આવી રહ્યો છે.
ભૂકંપ એ જણાવે છે કે કેવી રીતે સમુદ્રની અંદર અસલમાં ક્રસ્ટના નિર્માણમાં અને બદલાવમાં મદદ કરે છે. તેનાથી લાંબી તિરાડો, ફોલ્ટ લાઈન્સ બને છે. તેમાં ખેંચાણ, નજીક આવવું જેવી ઘટનાઓ થતી રહે છે. તેનાથી મેટલની નીચે દબાયેલો ગરમ લાવા એટલે કે મેગ્મા બહાર આવે છે. જ્યારે આ મેગ્મા ઉપર આવીને ઠંડો થાય છે, ત્યારે એક નવું સ્તર બને છે. એટલે કે ક્રસ્ટમાં બનનારા નવા લેયરનો જન્મ થાય છે.
6 માર્ચે દર કલાકે આવ્યા 200 ભૂકંપ, દિવસમાં 1850 આંચકા નોંધાયા-
એન્ડીવર સાઈટને સતત નોર્થ-ઈસ્ટ પેસિફિક ટાઈમ સીરિઝની અંડરસી નેટવર્ક્ડ એક્સપેરિમેન્ટ (NEPTUNE) હેઠળ મોનિટર કરવામાં આવે છે. તેને ઓશન નેટવર્ક કેનેડા ચલાવે છે. 2018 બાદતી આ વિસ્તારમાં ઘણાં વધારે ભૂકંપ આવી રહ્યા છે. 6 માર્ચ, 2024ના રોજ દર કલાકે 200 ભૂકંપ નોંધાયા. કુલ મળીને એક દિવસમાં 1850થી વધારે ભૂકંપ આવ્યા. આટલી સંખ્યામાં આવેલા ભૂકંપોએ વૈજ્ઞાનિકોના માથે વળ પેદા કરી દીધા છે.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર એક અથવા તેનાથી થોડી જ વધારે હતી. પરંતુ આ ગભરાવાની વાત છે. આટલી વધારે સંખ્યામાં ભૂકંપનું આવવું દર્શાવે છે કે એન્ડીવર સાઈટ પર ઘણું વધારે ભૂગર્ભીય દબાણ બની રહ્યું છે. તેના કારણે બે પ્લેટો એકબીજા સાથે લગભગ સાડા ત્રણ ફૂટ દૂર ચાલી ગઈ છે. ત્યાંથી નીકળનારા મેગ્માથી નવું ક્રસ્ટ લેયર બની રહ્યું છે. જો ક્રોસે કહ્યુ છે કે આ ઘટના લગભગ દર 20 વર્ષે થઈ રહી છે. તેના પહેલા 2005માં આવું થયું હતું.