1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા પરેશ રાલવની 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં એન્ટ્રી – ફિલ્મ ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ,4 માર્ચના રોઝ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે
અભિનેતા પરેશ રાલવની 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં એન્ટ્રી – ફિલ્મ ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ,4 માર્ચના રોઝ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે

અભિનેતા પરેશ રાલવની 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં એન્ટ્રી – ફિલ્મ ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ,4 માર્ચના રોઝ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે

0
Social Share
  • પરેશ રાવલની અપકમિગં ફિલ્મ ડિયર ફાધરનું ટ્રેલર રિલીઝ
  • 40 વર્ષ બાદ પરેશ રાવલ ગુજરાતી સિનેમામાં જોવા મળશે

મુંબઈઃ- બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં કોમેડી કરીને જાણીતા બનેલા કલાકાર પરેશ રાવલ હવે 40 વર્ષના લાંબા સમય ગાળા બાદ ફરી ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી રહ્યા છે, આમતો પરેશ રાવલ મૂળ ગુજરાતી છે જેમણે બોલિવૂડમાં પોતાનું નામ જમાવ્યું છે ત્યારે હવે તેમની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ડિયર ફાધરનું ટ્રેલર રિલીઝ થી ચૂક્યું છે.

પરેશ રાવલે દરેક પાત્રથી દર્શકોના દિલ જીતી લીધા છે. આવી સ્થિતિમાં હવે પરેશ રાવલના ગુજરાતી ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પરેશ રાવલ લગભગ 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં વાપસી કરી રહ્યા છે. પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ડિયર ફાધરનું ટ્રેલર દર્શકોને પસંદ આવી રહ્યું છે.

પરેશ રાવલ છેલ્લે 1982ની ગુજરાતી ફિલ્મ નસીબ ની બલિહારીમાં જોવા મળ્યા હતા. આ પછી, વર્ષ 2022 માં, પરેશ ગુજરાતી સિનેમામાં ડિયર ફાધર ફિલ્મથી કમબેક કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ પોતે પરેશ રાવલના નાટક ‘ડિયર ફાધર’નું ફિલ્મ વર્ઝન છે, જેની વાર્તા એકદમ રહસ્યમય છે. ગુજરાતી સિનેમામાં પુનરાગમન અને પોતાનું પ્રખ્યાત નાટક ફિલ્મમાં સાકાર થતું જોઈને અભિનેતા પરેશ રાવલ કહે છે, “ડિયર ફાધર, નાટકો મારા હૃદયની ખૂબ નજીક છે.”

ફિલ્મમાં પરેશ રાવલ ઉપરાંત ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા ચેતન ધાનાણી અને અભિનેત્રી માનસી પારેખ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મની વાર્તા 3 પાત્રોની આસપાસ ફરે છે. જ્યાં એક વૃદ્ધ પિતા અને તેનો પુત્ર અને પુત્રવધૂ રોજિંદા જીવનમાં તેમના મતભેદો સાથે લડી રહ્યા છે. જેમાં પિતાનું પાત્ર ભજવતા પરેશનો અચાનક અકસ્માત થાય છે અને જ્યારે પોલીસ તેના પુત્ર-પુત્રવધૂના ઘરે તપાસ કરવા પહોંચે છે, ત્યારે તે જોઈને બંને સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઓફિસરનો વ્યક્તિ તેના પિતા જેવો જ છે, ત્યાંથી જ ફિલ્મમાં વળાંક આવે છે અને ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે

આ ફિલ્મનું નિર્દેશન ઉમંગ વ્યાસે કર્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. આ નાટકના લેખક સ્વ.ઉત્તમ ગડા હતા. આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code