1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

0
Social Share

ભૂજઃ કચ્છમાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. ત્યારે આજે સવારે ફરીવાર ધરા ધ્રુજી હતી. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો હતો..  બપોરે ટાણે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે.

કચ્છમાં હવે ભૂકંપ આવવો સામાન્ય બની ગયો છે. અઠવાડિયા અગાઉ પણ કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની પણ તીવ્રતા 3.4ની નોંધવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર હતું. ભૂકંપથી રાપર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે કે જે સતત ફરતી રહે છે. જો આ પ્લેટો અચાનક જ અથડાય તો તુરંત ભૂકંપ આવે છે. તેને એવી રીતે સમજીએ કે, પ્લેટો અંદરોઅંદર અથડાય છે ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. ત્યારબાદ સપાટીના ખૂણાઓ વળી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાના કારણે અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રુજે છે કે જેને ‘ભૂકંપ’ કહેવાય છે.  મહત્વનું છે કે, ગુજરાત અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલા ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ ઉત્તર તરફ ખસે છે, જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code