1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વના 3 અબજ લોકો પર દુષિણ પાણીનું જોખમ મંડળાઈ રહ્યું છે – રિપોર્ટ
વિશ્વના 3 અબજ લોકો પર દુષિણ પાણીનું જોખમ મંડળાઈ રહ્યું છે – રિપોર્ટ

વિશ્વના 3 અબજ લોકો પર દુષિણ પાણીનું જોખમ મંડળાઈ રહ્યું છે – રિપોર્ટ

0
Social Share

સમગ્ર વિશ્વમાં પાણી એ જીવનની પ્રાથમિક જરુરીયાત છે, જો કે દુષિત પાણીને લઈને અબજો લોકોના જીવન પર જોખમ મંડળાઈ રહ્યું છે,જેમાં વિશ્ર્વની વસ્તીના ત્રણ અબજ લોકોનાં આરોગ્ય પર આ પાણીનો જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર મામલે સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને તેના સહયોગીનાં એહવાલ પ્રમાણે સમગ્ર વિશ્વની 70 કરોડથી પણ વધુ વસ્તીની સ્થિતિ પાણીને લઈને ખૂબ જ ચિંતાજનક વર્તાઈ રહી છે.

યુએનઈપીના કાર્યકારી ડિરેકટર ઈંગર એન્ડરસનના જણાવ્યા પ્રમાણે, પૃથ્વી હાલ અનેક સંકટમાંથી પસાર થઈ રહી છે,જેમાં ખાસ કરીને જલવાયું પરિવર્તન, બાયો ડાયવર્સીટીનું ખતમ થવુ અને સતત વધતું પ્રદુષણથી સમુદ્ર, નદી અને તળાવોને મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે, આ જળાશયોના પાણી ગંદા થઈ રહ્યા છે.

આ સમગ્ર મામલે યુએનઈપીનાં સંશોધકોએ દુનિયાનાં 89 દેશોમાં 75 હજાર જળ સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે તેમા જાણવા મળ્યુ છે કે 40 ટકા જળસ્ત્રોત ઘાતક સ્તરે પ્રદુષીત થયા છે.

સમગ્ર વિશ્વમાં હવે પીવાનું પાણઈ પુરુ પાડવું એ એક મોટો પડકાર સાબિત થાય છે, સ્વચ્છ પીવાલાયક પાણીને લઈને જળસ્ત્રોતની સંખ્યાઓ જઆણે ઓછી ઉપલબ્ધતા ધરાવે છે. આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે, સ્પષ્ટ આકડા માટે યુએનઈપીનાં વિશેષજ્ઞ અર્થ ઓબ્ઝર્વેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

આ મામલે સંયુકત રાષ્ટ્રની વિતેલા મહિનામાં એક બેઠક થઈ હતી,જેમાં જળસ્ત્રોતો પર સંકટના આંકડા દર્શાવવામાં આવ્યા હતા.આ બેઠકમાં સુદ્ધ પીવાલાયક પાણીના સ્ત્રોત પર વિચારણા કરવામાં આવી હતી, યુએનઈપી અને સંયુકત રાષ્ટ્રની સાત વધુ એજન્સીઓ વૈશ્ર્વીક સ્તર પર સૌને સ્વચ્છ પાણી પીવા લાયક ઉપલબ્ધ કરાવવા માટે ખાસ નજર રાખી રહી છે.

યુએનઈપીનાં એહવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં અનેક જળસ્ત્રોતને સ્વચ્છ અનેક ઝડપથી પ્રયાસો હાથ ધરવા પડશે,ત્યારે જ સમગ્ર વિયસ્વને પુરતા પ્રમાણમાં પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવી શકવામાં સફળતા પ્રાપ્ત કરી શકીશું.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code