
સપાના નેતા મુલાયમ સિંહના નિધનને લઈને ઉત્તરપ્રેદશમા 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર – આવતી કાલે થશે અંતિમ સંસ્કાર
- મુલાયમસિંહ યાદવના નિધનને લઈને 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
- આવતી કાલે સૈફઈ ખાતે કરાશે તેમના અંતિમ સંસ્કાર
લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા જાણીતા નેતા મુવલાયમ સિંહ યાદવે આજરોજ સવારે અંતિમ શ્વાસ લીધા ચે તેનના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ સાથે જ 82 વર્ષની વયે નિધન પામેલા નેતાના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવષે, જાણકારી પ્રમાણે આવતી કાલે બપોરે 3 કલાકે રાજકિય સમ્માનની સાથે સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
आदरणीय नेताजी का आज दिनांक 10/10/2022 को सुबह गुरुग्राम के मेदांता अस्पताल में निधन हो गया। उनके पार्थिव शरीर को सैफ़ई ले जाया जा रहा है।
कल दिनांक 11/10/2022 को दोपहर तीन बजे सैफई में अंतिम संस्कार होगा।
— Samajwadi Party (@samajwadiparty) October 10, 2022
સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં દાખલ કરાયા જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.જયાં આજે સવારે તેમનું નિધન થયું છે
પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9
— Narendra Modi (@narendramodi) October 10, 2022
આ પહેલા મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષના જુલાઈ મહિનામાં અવસાન થયું હતું. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મોત થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું.