Homeગુજરાતીસમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને જાણીતા નેતા મુલાયમ સિંહ યાદવનું  82 વર્ષની વયે...

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને જાણીતા નેતા મુલાયમ સિંહ યાદવનું  82 વર્ષની વયે નિધન – લાંબા સમયથી હતા સારવાર હેઠળ

  • સપાના નેતા મુલવાયમ સિંહ યાદવનું નિધન
  • લાંબા સમયથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર

લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા મુલાયમ સિંહ યાદવ છેલ્લા ઘણા સમયથી ઉમર સંબંધિત બીમારીઓના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જો કે લાંબા દિવસોની સારવાર બાદ  ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8 વાગ્યેને 15 મિનિટ આસપાસ 82 વર્ષની વયે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા જ્યા વિતેલા દિવસને રવિવારે જણાવાયું હતું કે  મુલાયમ સિંહ યાદવ ગંભીર રીતે બીમાર છે અને ICU માં જીવન રક્ષક દવાઓ પર  જીવન જીવી રહ્યા છે

નિષ્ણાતોની એક વ્યાપક ટીમ દ્વારા ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે.ઉલ્લેખનીય છે કેસપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવની તબિયત લગભગ ત્રણ વર્ષથી ખરાબ ચાલી રહી છે. મહિનામાં એક કે બે વાર તેને તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ, ઓગસ્ટ મહિનાથી તેમની સ્થિતિમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

સંબંધિત લેખો

Most Popular