
જમ્મુ-કાશ્મીરના સાંબામાં ઘુસણખોરી કરતા 3 લોકોને સેનાના જવાનોએ કર્યા ઠાર – 36 કિલો ડ્રગ્સ જપ્ત
- જમ્મુ કાશ્મીરમાં બીએસએફના જવાનોને મળી સફળતા
- ત્રણ ઘુસણખોરોને કર્યા ઠાર
- 36 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરની સરહદો પર દેશના જવાનો દેશની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત કરીને બાજ નજર રાખતા હોય છે .આજકાલ સરહદને પેલે પારથી હથિયારો અને નશીલા પ્રદાર્થો સાથએ ઘુસણખોરીની ઘટનાો પ્રકાશમાં આવી રહી થછે,ત્યારે આજ રોજ બીએસએફના જવાનોને ઘુસણખોરોના નાપાક ઈરાદાને નાકામ બનાવમાં મોટી સળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ જમ્મુ અને કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદે 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. આ ઠાર થયેલા ઘુસમખોરો પાસેથી 36 કિલો નશીલા પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો છે ત્યારે હાલ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટરએ આપેલી માહિતી મુજબ સૈનિકોએ લગભગ રાત્રીને 2.30 વાગ્યે તસ્કરોની ગતિવિધિઓ જોઈ હતી. જે બાદ ગોળીબારમાં ઘૂસણખોરો માર્યા ગયા હતા. સ્થળ પરથી ડ્રગ્સના 36 પેકેટ મળી આવ્યા છે, જેમાં હેરોઈન હોવાની આશંકા હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સેનાએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કારોય હતો. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 2 અને 3 ફેબ્રુઆરીની મધ્યસ્થ રાત્રે, બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાને કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ, જેના પગલે તેણે તેના સાથીઓને એલર્ટ કર્યા. જવાનોએ ઘૂસણખોરને પડકાર્યો, પરંતુ તે રોકાયો નહીં જેથી તેને ઠાર કરવાની ફરજ પડી.