
લીંબડી નજીક જીપકાર પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પૂરઝડપે પસાર થતી પિકઅપવાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પીકઅપ વાન સવારે સ્ટેશનરી ભરીને પિકઅપવાન લીંબડીથી નીકળી હતી. લીંબડી-રાણપુર રોડ ઉપરથી વાન પસાર થતી હતી ત્યારે વેજલકા ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી વાન પલટી ખાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી પડી હતી. પિકઅપ વાનમાં છ વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયાં હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી.