
આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 4.3 નોંધાઈ
- જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
શ્રીનગર – મોડી રાત્રે અંદામાન નિકોબારની ઘરતી ઘ્રુજી ઉઠી હતી અહીં ભૂંકપના આંચકા અનુફભવાયા હતા ત્યારે વહેલી સવારે દેશનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આચંકા આવ્યા હોવાની માહિતચી પ્રાપ્ત થઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કશ્મીરમાં આવેલા લેહ પાસે અલચી થી 186 કિલો મીટર દૂર ઉત્તરમાં આજે વહેલી સવારનાં 7 વાગ્યેને 29 મિનેટે ભૂંકપ આવ્યો હતો આ ભૂકંપની તીવર્તા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાવામાં આવી છે.
વહેલી સવાર હોવાથી મોટા ભાગના લોકો પોતાના ઘરમાં જ હતા દરેક લોકો ઘરમાં ભૂંકપ આવતાની સાથે ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા ,લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ,ઉલ્લેલેખનીય છે કે જમ્મુ કાશ્મીર સહીત ઇત્તરભારતમાં છેલ્લા ઘમા સમયથી ભૂકંપના આંચકાઓ સતત આવી રહ્યા છે, આજે ફરી 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઉત્તર ભારત એટલે કે જમ્મુ-કશ્મીરની ધરતી ઘ્રુજી હતી.