
- થર્ટી ફસ્ટ અમદાવાદ માટે પોલીસ એક્શનમાં
- 4 હજાર જેટલા પોલીસનો બંદાબસ્ત ગોઠવાયો
દિલ્હીઃ-સમગ્ર શહરે અમદાવાદમાં લોકોના મન આજે થર્ટી ફસ્ટ મનાવવા રેડી હશે પરંતુ તેમની પાર્ટીમાં ચોક્કસ ભંગ પડશે, સરકારના દિશા નિર્દેશ પ્રમાણે ફર્સ્ટની પાર્ટીની ઉજવણી પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જો કે પબ્લિક નિયમો તોડવામાં તો પહેલા આગળ હોય છે જેને લઈને અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને પગલે પોલીસે દિવસે કે રાતના સમયે કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવાનું જણાવ્યું છે, પોલીસે અમદાવાદના અનેક પાર્ટી પ્લટથી લઈને ક્લબો અને ફાર્મ હાઉસ પર જડબેસલાક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગની તૈયારી કરી લીધી છે. શહેરભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તૈનાતી સાથે 4 હજાર જેટલા પોલીસ પાર્ટીઓમાં ભઁગ પાડવા માટે રેડી જ છે, આ સાથે જ સમગ્ર શહેરમાં એન્ટ્રી વખતે 28 જેટલા પોઈન્ટ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.
આ સાથે જ કડક કાર્યવાહી રુપે પાર્ટી પ્લોટ, ક્લબો અને ફાર્મ હાઉસોમાં થર્ટી ફર્સ્ટની લોકો ઉજવણી ન કરે તે માટે પોલીસ આ જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરીને નજર રાખશે. પોલીસ રાત્રે ૯ વાગ્યા બાદ શહેરમાં જેટલા સર્વેલન્સ કેમેરા પર ધ્યાન કેન્દ્રીત કરાશે આ સાથે જ જો કોઈ પણ ગલ્લાઓ,દુકાનો કે રસ્તા પર કો દેખાશે તો ફોટો કાપ્પેક્ટ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જે તે વ્યક્તિ વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી .
સમગ્ર શહેરને પાર્ટીઓ કરવા માટે ના કહેવામાં આવી છે આ ઉપરાંત જો કોઈ ડ્રીંક કરતપં પકડાશે તો તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવશે અને તેના સામે કાર્ર્યવાહી કરવામાં આવશે, આ સાથે દરરોજની જેમ રાત્રીના કર્ફ્યૂનો અમલ પણ કડક બનશે
બીજીતરફ દર વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ અને સી.જી.રોડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કર્ફ્યું હોવાથી આ તમામ જાણીતા સ્થાનો પર પોલીસની નજર રહેશે.
સાહિન-