1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં
ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં

ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા અંદાજપત્રમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થ્યમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પરિવારને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ પર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા, ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 42 ટકા જેટલો ધરખમ વધારો કરાયો છે. જેમાં સૌથી મોટી જાહેરાત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે આગામી વર્ષ માટે જોગવાઇ 811 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીએ રજુ કરેલા બજેટમાં  આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે જોગવાઇ 1153 કરોડ, તથા 3 થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરાશે. બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા જોગવાઈ 1059 કરોડની જોગવાઈ, તેમજ ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી આજે 11 લાખ સુધી પહોંચેલ છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઇ 917 કરોડ કરવામાં આવી છે.

નામા મંત્રીએ બજેટમાં જે જાગવાઈઓ કરી છે, જેમાં  11 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે જોગવાઇ 365 કરોડ, તેમજ આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસતિનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરવાની, જાહેરાત કરવામાં આવી હતી.  આ યોજના માટે પણ 118 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત   વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે  1 લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે એલ.આઇ.સી.ને પ્રીમિયમ આપવા માટે 80 કરોડ ફાળવવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે 31 કરોડ ફાળવાશે. ઉપરાંત  નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સી.સી.ટી.વી. તથા ઈન્ટરનેટથી  માટે જોગવાઇ 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code