1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના એસટી ડેપો મેનેજરનો પાસવર્ડ ચોરીને લાખોનું કૌભાંડમાં કરનારા 5 શખસો પકડાયા
સુરતના એસટી ડેપો મેનેજરનો પાસવર્ડ ચોરીને લાખોનું કૌભાંડમાં કરનારા 5 શખસો પકડાયા

સુરતના એસટી ડેપો મેનેજરનો પાસવર્ડ ચોરીને લાખોનું કૌભાંડમાં કરનારા 5 શખસો પકડાયા

0
Social Share

સુરત : ભેજાબાજો શોર્ટકટથી રૂપિયા કમાવવાના કિમીયા શોધી લેતા હોય છે. હાલ ગુજરાત એસટી દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન માટે રિફન્ડ પણ ઓનલાઈન સીધા એકાઉન્ટમાં જમા કરવામાં આવતું હોય છે. આથી સુરતના કેટલાક બુકિંગ એજન્ટોએ એસટીના ડેપો મેનેજરો પાસ વર્ડ અને યુઝર નેમ ચોરી લઈને લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જોકે સાયબર ક્રાઈમે પાંચ આરોપીઓને પકડી લીધા હતા.

 સૂત્રોના જણાવ્યા મુજબ GSRTC ના સુરત સીટી ડેપો મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી તેની જાણ બહાર અન્ય વિભાગીય કચેરીની બસની ટ્રીપો ઓનલાઇન કેન્સલ એડહોક કરી GSRTC પાસેથી રીફંડ મેળવી ગુન્હો આચરનારા આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયા છે. પાંચ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

સાયબર ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસટીના વિભાગીય કચેરી દ્વારા આપવામાં આવેલ GSRTC ના યુઝરનેમ તથા પાસવર્ડની એજન્ટો દ્વારા ગમે તે રીતે ચોરી મેનેજરની પરવાનગી વગર તેઓના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. આરોપી એજન્ટોએ યુઝરનેમમાંથી 2 ટ્રીપ કેન્સલ કરી GSRTC દ્વારા માન્યતા આપી હતી. અલગ અલગ કુલ-11 એજન્ટોએ રૂ.1.57 લાખ રીફંડ મેળવી લઇ GSRTC સાથે છેતરપીંડી કરી કુલ 6 લાખનું GSRTC ને નુકસાન કરાવ્યું હતું. છેતરપીંડી અંગેની માહિતી મળતા જ એસટીના મેનજર દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વિપુલભાઇ મોહનીયા, ચિંતનકુમાર પંચાલ,  કુલદીપસિંહ જાડેજા, સુરેશભાઇ નલવાયા, અનવર આકબાણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ કબજે લેવાયા છે. સુરત એસટી ડેપોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને સુરત પોલીસ દ્વારા રાજ્યના અન્ય એસટી ડેપોમાં પણ આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસ આદરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code