1. Home
  2. ગુજરાતી
  3. દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ
દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

0
Social Share
  • 50 શહેરોમાં 5જી સેવાનો પ્રારંભ
  • દર અઠવાડીયે 5 હજાર નવા સ્થળોમાં 5જી સેવા આપાઈ રહી છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ અમલમાં આવતા ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન તાજેતરમાં જ દેશમાં 4જી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી 3 વર્ષના સમયરગાળામાં દેશના 80 ટકા વિસ્તારના લોકો 5જી સેવાનો ઉપયોગ કરતા હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રના માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આગામી બે-ત્રણ વર્ષમાં દેશના લગભગ 80% વિસ્તારમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે. સરકાર હસ્તકની BSNL દ્વારા આ સેવા આવતા વર્ષે શરૂ કરાશે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશભરમાં 50 શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે અને દર અઠવાડીયે આ સેવા 5 હજાર નવા સ્થળોમાં આપવામાં આવી રહી છે. તેમણે કહયું કે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં 5G સેવાના લીધે નોધપાત્ર ફેરફાર જોવા મળશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code