
મંકીપોક્સનો વધતો કહેર – કેરળમાં 5 મા વ્યક્તિમાં સંક્રમણની પૃષ્ટી , દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 થઈ
- મંકીપોક્સનો દેશમાં વધતો કહેર
- કેરળમાં નોંધાયો 5 મો નવો કેસ
- દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 થઈ
દિલ્હીઃ- દેશભરમાં મંકિપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે ,હવે દેશમાં કુલ કેસોની સંખ્યા 7 પર પહોંચી ચૂકી છે, કારણે કે કેરળમાં આજે મંકિપોક્સનો 5 મો કેસ નોંધાયો છે. આ સાથે જ હવે સંક્રમિત દર્દીઓ દેશમાં 7 થયા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેરળમાં યુએઈથી પરત ફરેલ એક વ્યક્તિનો આજે મંકિપોક્સનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં વાયરલ રોગનો આ અત્યાર સુધીનો પાંચમો કેસ છે,અને દેશમાં 7મો કેસ છે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે રાજ્યમાં વધુ એક મંકીપોક્સ કેસના સમાચારની પુષ્ટિ કરી છે. આ કેસ બબાતે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મલપ્પુરમમાં 30 વર્ષીય દર્દીની સારવાર ચાલી રહી છે તેઓ 27 જુલાઈના દિવસે યપએઈથી ભારત પરત ફર્યા હતા અને કોઝિકોડ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને મલપ્પુરમની મંજેરી મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી.ત્યારે આ કેસ કન્ફર્મ હોવાની પૃષ્ટી કરવામાં આવી છે.
આ નવા નોંધાયેલા કેસ વિષે માહિતી મળી રહી છએ કે આ સંક્રમિત વ્યક્તિની “પરિસ્થિતિ સારી રીતે નિયંત્રણમાં છે, અત્યારે અહીં કોઈ ભયનો માહોલ નથી. વ્યક્તિનો પરિવારના સભ્યો અને થોડા મિત્રો સહિત માત્ર 10 લોકો સાથે સીધો સંપર્ક હતો. અત્યાર સુધીમાં 20 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.