
ચીનના સિચુઆનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ,7ના મોત
દિલ્હી : ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.ઘણા લોકો ઘાયલ પણ થયા છે.ચીનની સરકારી સમાચાર એજન્સી એ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો.
એજન્સીએ જણાવ્યું કે,ભૂકંપનું કેન્દ્ર જમીનથી 16 કિમીની ઊંડાઈએ 29.59 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.08 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટીથી 39 કિમી દૂર હતું અને ઘણા ગામો ભૂકંપના કેન્દ્રની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં છે. ભૂકંપના આંચકા સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડુમાં પણ અનુભવાયા હતા, જે ભૂકંપના કેન્દ્રથી 226 કિમી દૂર સ્થિત છે.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે