1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMTSનું 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ, અમદાવાદમાં 7 ડબલ ડેકર EV બસ શરૂ કરાશે
AMTSનું 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ, અમદાવાદમાં 7 ડબલ ડેકર EV બસ શરૂ કરાશે

AMTSનું 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ, અમદાવાદમાં 7 ડબલ ડેકર EV બસ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટ રજુ કરતા AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજરે   બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સાત  જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે. હાલ  139 જેટલા રૂટ ઉપર AMTS બસો દોડે છે. જેમાં 11 રૂટનો વધારો કરીને 150 જેટલા રૂટ ઉપર હવે એએમટીએસ બસ દોડાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને AMTS, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત  7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. AMTSના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં કરેલી જોગવાઈ મુજબ પગાર, પેન્શન અને એસ્ટાબ્લીશમેન્ટ પાછળ રૂ. 335 કરોડ ખર્ચ થશે, જ્યારે AMC પાસેથી રૂ. 410 કરોડની લોન લેવામાં આવશે. AMTSનું ચાલુ વર્ષનું દેવું રૂ. 4223 કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષે 3870 કરોડનું દેવું હતું આમ ચાલુ વર્ષે 353 કરોડનું દેવું વધ્યું છે. AMTS દ્વારા વિવિધ જાહેરાતો અને મુસાફરોની ટિકિટ મારફતે કુલ 227 કરોડ રૂપિયાની આવક મેળવવામાં આવશે. ડેકોરેટિવ બસ શેલ્ટરમાંથી રૂ.20 કરોડની જાહેર ખબરની આવક મેળવવામાં આવશે. 138 કરોડ મુસાફરોની ટિકિટની તેમજ 23 કરોડ કન્સેશન પાસની આવક થશે.

AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25નું રૂ. 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષો બાદ હવે ફરી એકવાર ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. સાત જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસ પ્રથમ તબક્કામાં શરૂ થશે. જેમાં આજે બુધવારે એક બસ શરૂ કરવામાં આવી શકે છે. શહેર ફરતે આવેલા રિંગરોડ પર બીજા ફેઝમાં 42 કિલોમીટરમાં AMTS બસ દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પ્રતિ બસ દીઠ 6097ની આવક થશે. AMTS બસમાં હાલમાં 4.30 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેની સામે ચાલુ વર્ષે છ લાખ જેટલા મુસાફરો થાય તેવો અંદાજ છે.

ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. 641 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ભાજપના સત્તાધીશો દ્વારા સુધારા વધારા કરી આગામી દિવસોમાં ફાઇનલ બજેટ રજુ કરવામાં આવશે જે 655 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code