1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં 3.7 ટકાનો વધારો
ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં  3.7 ટકાનો વધારો

ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં 3.7 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઘણા વાહનચાલકો પૂર ઝડપે અને બેફકિરાઈથી વાહનો ચલાવતા હોવાથી તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત દર વર્ષે હજારોની સંખ્યામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતા તેને લીધે ટ્રાફિકજામ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે રાજયમાં 2022માં 15751 માર્ગ અકસ્માત થયા હતા તે સંખ્યા આગલા વર્ષના 15086 કરતા 3.7 ટકા વધુ હતી. અકસ્માતમાં મૃત્યુઆંક 7618 હતો તે આગલા વર્ષના 7452 કરતા 2.23 ટકા વધુ હતો.
ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. બેફકિરાઈથી પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતો વધી રહ્યા છે. ગુજરાતમાં ગત વર્ષ યાને વર્ષ 2022માં પોલીસને ચોપડે 15751 માર્ગ અકસ્માતના બનાવો નોંધાયા હતા. જેમાં 7618 લોકો મોતને ભેટ્યા હતા. અકસ્માતના વધતા બનાવો પાછળ અનેક કારણો જાણવા મળ્યા છે. જેમાં મોટાભાગના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો હોવા છતાં તેનું પાલન કરાતું નથી. દ્વીચક્રી વાહનચાલકોના મોટાભાગના અકસ્માતોમાં મોત માથામાં ઈજા થવાને કારણે થયા હોય છે.  ઉપરાંત કારચાલકો હાઈવે પર સીટબેલ્ટનો ઉપયોગ કરતા નથી. ઉપરાંત ઘણા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળતો હોય છે.

રાજયનું પાટનગર માર્ગ અકસ્માતોનું પણ પાટનગર હોય તેમ ગાંધીનગરમાં માર્ગ દુર્ઘટનાની સંખ્યામાં 25.20 ટકાનો ખતરનાક વધારો થયો છે એટલું જ નહીં અકસ્માતના મૃત્યુઆંકમાં પણ 21 ટકાની વૃદ્ધિ છે.
ગાંધીનગર ઉપરાંત મહેસાણા તથા રાજકોટ જિલ્લામાં પણ માર્ગ અકસ્માતોમાં 23.9 ટકાની મોટી વૃદ્ધિ થઈ હતી. અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 14.20 ટકાનો વધારો હતો. જીવલેણ અકસ્માતોની દ્દષ્ટિએ મહેસાણામાં અકસ્માત મૃત્યુઆંકમાં 18 ટકા તથા મહેસાણામાં 13 ટકાનો વધારો હતો જે ગાંધીનગર પછી બીજા અને ત્રીજા ક્રમે છે.

રોડ સેફટી ઓથોરિટીના રિપોર્ટમાં એવું પણ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત જેવા ચાર જિલ્લાઓમાં જ રાજયના કુલ પૈકીના 33 ટકા માર્ગ અકસ્માત અને 31 ટકા મોત થયા હતા. આ ચાર જિલ્લામાં માર્ગ દુર્ઘટના 8.5 ટકા વધીને 5421 થઈ હતી જે 2020માં 4999 હતી આ જ રીતે અકસ્માતમાં મોત 3.6 ટકા વધીને 2410 થયા હતા જે આગલા વર્ષે 2286 હતી. જ્યારે ગુજરાતના કુલ 33માંથી 16 જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયો હતો. પોરબંદરમાં કોઈ વધારો ઘટાડો ન હતો જયારે બાકીના 16 જિલ્લામાં અકસ્માત વધ્યા હતા.
ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા અકસ્માત માટે ભયજનક-ખતરનાક 265 ‘બ્લેકસ્પોટ’ની ઓળખ કરી છે તેમાં 118 નેશનલ હાઈવેના છે જયારે 123 માર્ગ-મકાન વિભાગ હસ્તકના સ્ટોર હાઈવે સહિતના માર્ગો પર છે. 24 શહેરી વિકાસ સતામંડળ હેઠળના રોડ પર છે.

સૂત્રોના ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં પહોળા તથા સારા રોડને કારણે અકસ્માતો વધ્યા છે. નાના સેન્ટરોમાં અકસ્માતમાં મોત વધવા પાછળનું કારણ પર્યાપ્ત આરોગ્ય સુવિધા ન મળ્યાનું છે. શહેરોમાં 10 મીનીટમાં એમ્બ્યુલન્સ આવી જાય છે. ગ્રામ્ય ભાગોમાં 20 મીનીટથી વધુ સમય લાગે છે. હાઈવે પર ટુ વ્હીલરનું પરિવહન વધ્યુ છે એટલે ભારે વાહનો સાથેની ટકકરથી જીવલેણ બને છે. ટુ-વ્હીલર માટે હાઈવે પર અલગ માર્ગ રાખવા સરકારને ભલામણ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code