 
                                    રાજકોટના મંદિરમાં લગાવાયો સેન્સર બેલ – 20 સેમીના અંતરે હાથ રાખવા પર ઓટોમેટિક વાગશે બેલ
- રાજકોટના વિશ્વકર્મા મંદિરની અનોખી આઈડિયા
- કોરોનાકાળમાં બેલને અડકવો ન પડે તે માટે સેન્સર બેલની વ્યવસ્થા
- 20 સેમી દૂર હાથ રાખવાથી બેલની ઘંટડી રણકશે
અમદાવાદઃ-આજથી દેશવ્યાપી કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થયો છે,સમગ્ર દેશભરમાં કુલ 3 હજાર 6 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને વેક્સિન આપવાનું કાર્ય શરુ થી ગયું છે, કોરોનાને હરાવવાનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. તે જ સમયે, દેશમાં કોરોનાને હરાવવા માટે અન્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના રાજકોટ શહેરમાં એક મંદિરમાં સેન્સર યૂક્ત બેલ લગાવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈએ બેલ વગાડવા માટે બેલને ટચ નહી કરવો પડે.
રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં વહિવટતંત્ર દ્રારા સેન્સરયૂક્ત બેલ ગોઠવવામાં આવ્યો છે. જે કોઈપણ સ્પર્શ વિના રણકશે. કોરોના સમયગાળામાં ન્યુનતમ માનવ ક્રિયાપ્રતિક્રિયા સ્થાપિત કરવા માટે, આ સેન્સર બેલ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બેલ 20 સેન્ટિમીટરના અંતરે હાથ મૂકવાથી તેની જાતેજ રણકશે.
રાજકોટના જ રહેવાસી એવા હરિકૃષ્ણભાઇ અડિયેજા અને આશિષ સંચાણીએ આ સિસ્ટમને તૈયાર કરી છે. આ બેલમાં સેંસર, સર્કિટ, મોટર, એલીમીટર અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિવિલ એન્જિનીયર આશિષ ભાઇએ આ બેલ અંગે માહિતી આપતા કહ્યું કે સેંસરયુક્ત બેલ બનાવામાં માટે આઠ દિવસનો સમય લાગ્યો છે. આશિષે જણાવ્યું કે તેમના મિત્ર અને સોફ્ટવેર એન્જિનિયર હરિકૃષ્ણએ તેને બનાવામાં પ્રોત્સાહન કર્યું અને મદદ પણ કરી છે
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબજ જરુરી છે આ સાથે સાથે જ કોી પણ વસ્ટુને ટચ પમ ન કરવી જોઈએ ત્યારે એવી સ્થિતિમાં આ બેલ મંદિરમાં આવતા ભક્તાને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરશે, માત્ર બેલની થોડે દુર ઊભા રહીને હાથ બતાવવાથી જ બેલ રણકશે
સાહિન-
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

