1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લાલ કિલ્લાની ઘટના પર ખેડૂત નેતાઓએ વ્યક્ત કર્યો ખેદ, કહ્યું – 1લી ફેબ્રુઆરીએ સંસદ માર્ચ નહીં કરીએ

લાલ કિલ્લાની ઘટના પર ખેડૂત નેતાઓએ વ્યક્ત કર્યો ખેદ, કહ્યું – 1લી ફેબ્રુઆરીએ સંસદ માર્ચ નહીં કરીએ

0
Social Share
  • ગણતંત્ર દિવસ પર ટ્રેકટર મોરચા દરમિયાન થયેલી હિંસા પર ખેડૂત નેતાઓનું નિવેદન
  • અમે કોઇ ગુના વગર દેશવાસીઓને ખેદ વ્યક્ત કરીએ છીએ
  • 1લી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર યોજવામાં આવેલી ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલા હિંસક ઘર્ષણ પર ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂત નેતા બલબીર સિંહે કહ્યું કે, મંગળવારે ગણતંત્ર પરેડમાં 2 લાખથી વધુ ટ્રેકટર આવ્યા અને સમગ્ર વિશ્વની નજર તેના પર રહી. સરકારે કાવતરા હેઠળ તેને તોડવાનો પ્રયાસ કર્યો. સરકારે પંજાબ કિસાન મજદૂર સમિતિને જાતે પરેડમાં આગળ લાવીને બેસાડ્યા.

સરકારની તેમની સાથે સાંઠગાંઠ હતી. અમારા માટે દરેક રૂટ પર અડચણો ઊભી કરવામાં આવી. સરકારે પોતે સૌને લાલ કિલ્લા અને આઇટીઓ પર તેમને મોકલ્યા અને આ બધાની સામે જ છે. દીપ સિદ્વુ સરકારનો ખાસ છે. 26 જાન્યુઆરીએ પોલીસ ચોકી પર તમામ પોલીસવાળા ચોકી છોડીને ચાલ્યા ગયા અને તેમણે પોતાનું કામ કરવા દીધું. તેના કારણે અમારી પણ અને દેશની પણ ભાવનાઓને ઠેંસ પહોંચી. અમે કોઇ ગુના વગર દેશવાસીઓને ખેદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ મોરચાનું આંદોલન ચાલુ રહેશે.

તેઓએ કહ્યું હતું કે, અમે નિર્ણય લીધો છે કે 30 જાન્યુઆરીએ દેશભરમાં આંદોલનની જેમ જનસભાઓ કરવામાં આવશે અને એક દિવસના ઉપવાસ રાખવામાં આવશે. હાલ અમે 1 ફેબ્રુઆરીએ સંસદ પર માર્ચનો કાર્યક્રમ રદ કરી દીધો છે. તે હવે ક્યારે યોજાશે તેના વિશે આગામી તારીખ નક્કી કરવામાં આવશે.

બીજી તરફ, યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમારી પરેડ સફળ રહી. તેમાં કેટલીક ઘટનાઓ અમારી યોજના અનુસારની નહોતો. તમે જાણો છો કે અમે આવી ઘટનાઓથી પોતાને અલગ કરી દીધા. તેઓએ કહ્યું કે દીપ સિદ્ધુ અને પંજાબ કિસાન મજદૂર સમિતિની અંદરના રોલનો અમે પર્દાફાશ કર્યો. આ સરકાર તરફથી સુનિયોજીત વ્યક્તિ છે. અમે સમગ્ર દેશથી દીપ સિદ્ધુના સામાજિક બહિષ્કારની અપીલ કરીએ છીએ.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code