- દેશમાં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ વધારવાનો નિર્ણય
- ઇ-નામ હેઠળ દેશની વધુ 1000 મંડીઓ આવરી લેવામાં આવશે
- આવી મંડીઓની સંખ્યા 2000 સુધી લઇ જવાની પણ યોજના
દેશમાં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ દેશમાં વધારવાનો નિર્ણય કરાયો છે. એપ્રિલ 2021થી શરૂ થનારા નવા નાણાકીય વર્ષમાં આવો વ્યાપ વધારવામાં આવનાર છે તેમજ દેશવ્યાપી ધોરણે વધુ આશરે 1000 મંડીઓ આવા ઇલેકટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઇ-નામની સુવિધા હેઠળ લાવવામાં આવશે એવો સંકેત સરકારી સૂત્રોએ આપ્યો છે.
ખાસ કરીને અનેકવિધ બજારો સુધી ખેડૂતોની પહોંચ વધે તથા ખેડૂતો દેશવ્યાપી ધોરણે વિવિધ બાયરો સુધી પહોંચી શકે એ માટે આવો ઇ-નામનો વ્યાપ વધારવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીઓ દેશમાં આશરે 1000 મંડીઓને ઇ-નમ સાથે લિંક કરી છે તેમજ તાજેતરમાં કેન્દ્રમાં નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટમાં આવી મંડીઓની સંખ્યા 2000 સુધી લઇ જવા માટે સરકારે જોગવાઇ ભંડોળ વધારવા નિર્ણય કર્યો છે.
આ દરમિયાન, સમગ્ર દેશમાં આશરે 1 કરોડ 70 લાખ ખેડૂતો તથા આશરે 1 લાખ 55 હજાર વેપારીઓ આવા ડિજીટલ પ્લેટફોર્મ પર રજીસ્ટર્ડ થઇ ચૂક્યા છે. આવા ડિજીટલ ટ્રેડિંગમાં અત્યારસુધીમાં આશરે 413 લાખ ટન જેટલી બલ્ક કોમોડિટીઝ તથા આશરે 368 લાખ ટન જેટલા નાળિયેર તેમજ બામ્બુનું ટ્રેડિંગ નોંધાઇ ચૂક્યું છે અને ટ્રેડિંગનું મૂલ્યુ વધી આશરે સવા લાખ કરોડ રૂપિયા જેટલું થઇ ગયું છે.
આ મોડ્યલુના પગલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનો પોતાના કૃષી ઉત્પાદનો પોતાના કલેક્શન સેન્ટરો ખાતેથી વહેંચી શકશે તથા આ માટે તેમણે પોતાના કૃષી ઉત્પાદનો મંડીઓ સુધી લાવવાની જરૂર પડશે નહીં.
(સંકેત)