- જમ્મૂ કાશ્મીર મામલે અમેરિકાના વિદેશ વિભાગનું નિવેદન બહાર આવ્યું
- જમ્મૂ કાશ્મીરમાં જરૂરી રાજકીય-આર્થિક પગલાંઓનું અમે સ્વાગત કરીએ છીએ
- ભારત સાથેની પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરશે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર મામલે અમેરિકાના વિદેશ વિભાગનું નિવેદન બહાર આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં આવેલા આર્થિક અને રાજકીય પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ.
અમેરિકાએ વધુમાં જણાવ્યું હતું કે તે ભારત સાથેની પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઇન્ટરિમ નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજિક ગાઇડન્સમાં આ વાત કહી છે. આ ગાઇડન્સ રાષ્ટ્રપતિ બાયડનનું વિઝન છે. તેનાથી જાહેર થાય છે કે કેવી રીતે અમેરિકા વિશ્વના અન્ય દેશોની સાથે પોતાના સંબંધોને આગળ વધારશે.
તે ઉપરાંત અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરના તબક્કાવાર રીતે પૂર્ણ રૂપથી આર્થિક અને રાજકીય સફળતાના પગલાં લેવાયા છે તેનું અમે સ્વાગત કરીએ છીએ.
અમેરિકાના વિદેશ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાના ભારતની સાથેના મહત્વના સંબંધ છે. જેમ કે મે કહ્યું પણ પાકિસ્તાન સાથે પણ છે. આ સંબંધ પોતાની રીતે મહત્વનો છે.
(સંકેત)