1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ‘રામ સેતુ’ માં જેકલિન બાદ આ અભિનેત્રીની એન્ટ્રી
અક્ષય કુમારની ‘રામ સેતુ’ માં જેકલિન બાદ આ અભિનેત્રીની એન્ટ્રી

અક્ષય કુમારની ‘રામ સેતુ’ માં જેકલિન બાદ આ અભિનેત્રીની એન્ટ્રી

0
Social Share
  • ‘રામ સેતુ’ માં જેકલિન મુખ્ય ભૂમિકામાં
  • જેકલિન બાદ નુસરતની ફિલ્મમાં એન્ટ્રી
  • મનોરંજનમાં મળશે ડબલ ડોઝ

મુંબઈ: બોલિવુડ ખેલાડી અક્ષય કુમારે દિવાળી 2020 પર તેની ફિલ્મ ‘રામ સેતુ’ની ઘોષણા કરી હતી. અભિનેતાએ જ્યાં આ ફિલ્મના સમાચારો ફેંસ સાથે શેર કર્યા છે,ત્યાં આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. જે બાદ આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા થઈ હતી. અહેવાલ છે કે, આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેકલિન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જે બાદ હવે આ ફિલ્મમાં બીજી એક અભિનેત્રીની પણ એન્ટ્રી થવાની છે.

એક રીપોર્ટ મુજબ, જેકલિન ફર્નાન્ડિઝ સાથે હવે આ ફિલ્મમાં નુસરત ભરૂચા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે નુસરત ભરૂચા અક્ષય કુમારની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા નજરે પડશે. આ ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલા છે. નુસરત હવે બોલિવૂડમાં સતત કામ કરી રહી છે. જ્યાં તેના કામને દર્શકો ઘણો પ્રેમ પણ આપી રહ્યા છે.

અક્ષય કુમારે જ્યારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું, ત્યારે તેમણે લખ્યું હતું – આ દિવાળી ભારત રાષ્ટ્રના આદર્શ અને મહાનાયક ભગવાન શ્રી રામની પુણ્ય સ્મૃતિઓને યુગો-યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બની રહેશે.જે આવનાર પેઢીઓને રામ સાથે જોડીને રાખે. આ પ્રયાસમાં અમારો એક નાનો સંકલ્પ પણ છે – રામ સેતુ,આપને સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા.

આ ફિલ્મમાં અક્ષય એક ટ્રાવેલરની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષયનો લુક ઘણો અલગ હશે. પોસ્ટરમાં તેમની પાછળ ભગવાન રામની છબી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લાંબા વાળમાં જોવા મળશે. ગયા વર્ષના અંતમાં અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પર રિલીઝ થઇ હતી. જેને પ્રેક્ષકોનો ખૂબ જ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code