1. Home
  2. ગુજરાતી
  3. IPL 2021 : દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો,ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ
IPL 2021 : દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો,ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ

IPL 2021 : દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો,ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ

0
Social Share
  • દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો
  • અક્ષર પટેલને થયો કોરોના
  • ખુદ થયો હોમ આઇસોલેટ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીને આઈપીએલની 14 મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચ રમવાની છે.

અહેવાલ મુજબ અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે,દુર્ભાગ્યવશ, અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ખુદને આઇસોલેટ કરી દીધા છે અને તમામ પ્રોટોકોલોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે.જ્યાં આઈપીએલની 10 મેચો રમાવાની છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના નીતિશ રાણા ગોવામાં વેકેશન બાદ કોરોના પોઝિટિવ થયા હતા.જેના કારણે તેને હોટલમાં ક્વોરેન્ટાઈન થવુ પડ્યુ હતુ.જોકે એ પછી તેનો બીજી કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેને ટીમ સાથે જોડાવાની મંજૂરી અપાઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code