
શોપિયાં એન્કાઉન્ટર: આતંકવાદીઓએ મસ્જિદના એક હિસ્સાને આગ લગાડવાનો કર્યો હતો પ્રયાસ
- જમ્મૂ કાશ્મીરના શોપિયામાં કરાયું હતું એન્કાઉન્ટર
- આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવા કર્યો હતો પ્રાયાસ
- મસ્જિદની આસપાસ ઓપરેશનના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં શોપિયા જીલ્લામાં શુક્રવારે મસ્જિદમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષાદળોએ અહીંયા છૂપાયેલા આતંકીઓને બહાર કાઢવા માટે ગઇકાલે એક ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓ અનુસાર, મસ્જિદની આસપાસ ઓપરેશનના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આતંકીઓ અંદર છુપાયા હતા અને સુરક્ષાદળો તેમને બહાર કાઢવા માંગતા હતા.
મસ્જિદની બહાર સ્થાનિક લોકો જમા થઈ ગયા હતા.જવાનો ઈચ્છતા હતા કે, આતંકીઓ આત્મસમર્પણ કરે.જેના કારણે કલાકો તનાવપૂર્ણ માહોલમાં પસાર થયા હતા.આતંકીઓના પરિવારજનોને પણ અંદર મોકલવામાં આવ્યા હતા.આતંકીઓને આત્મસમપર્ણ કરવા માટે 17 તક અપાઈ હતી.આ આતંકવાદીઓના પરિવારજનો આ વિસ્તારમાં પ્રભાવ ધરાવે છે.આખરે આતંકીઓએ શુક્રવારે બપોરે ઓપરેશન હાથ ધરીને આતંકીઓને ઢાળી દીધા હતા.
અધિકારીઓએ કહ્યુ હતુ કે, ઓપરેશન દરમિયાન મસ્જિદને ઓછામાં ઓછુ નુકસાન પહોંચે તે વાતનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, આતંકીઓ સુધી સ્પષ્ટ સંદેશ પહોંચવો જોઈએ કે દેશ સામે હથિયાર ઉઠાવવો કોઈ વિકલ્પ નથી.આનો બરાબર જવાબ આપવામાં આવશે.
ઓપરેશન બાદ જવાનોએ મસ્જિદની સાફ સફાઈ કરી હતી અને ધાર્મિક પુસ્તકો સ્થાનિક લોકોને આપી દેવાયા હતા.
(સંકેત)