1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડના મશહૂર ફિલ્મ એડિટર વામન ભોંસલેનું 89 વર્ષની વયે નિધન- ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈએ શોક વ્યક્ત કર્યો
બોલિવૂડના મશહૂર ફિલ્મ એડિટર વામન ભોંસલેનું 89 વર્ષની વયે નિધન- ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈએ શોક વ્યક્ત કર્યો

બોલિવૂડના મશહૂર ફિલ્મ એડિટર વામન ભોંસલેનું 89 વર્ષની વયે નિધન- ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈએ શોક વ્યક્ત કર્યો

0
Social Share
  • જાણીતા ફિલ્મ એડિટર વામન ભઓંસલેએ દુનિયાને કહ્યું અલવિદા
  • 89 વર્ષની વયે પોતાના ધરે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા

મુંબઈઃ- મશહૂર ફિલ્મ એડિટર એવા વામન ભોંસલેનું 89 વર્ષની વયે ઈજરોજ નિધન થયું છે, આજરોજ તેમણે લાંબી બિમારી બાદ પોતાના મુંબઈમાં ગોરેગાવ સ્થિત ઘરમાં સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા

જો તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો રાજ ખોસલાની ફિલ્મ ‘દો રસ્તા’ થીવર્ષ  1969 માં કરી હતી. તેમણે હિંદી સિનેમાની ઘણી સુપરહિટ સિરીયલો એડિટ કરી છે, જેમાં ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ઇનકારમ’, ઇન્તેકામ, મૌસમ, આંંધી, દોસ્તી, કર્જ, હીરો, સૌદાગર અને ગુલામ  ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે વર્ષ 2002 માં તેમણે કામથી નિવૃત્તી લીધી હતી. વામનને વર્ષ 1977 માં આવેલી ફિલ્મ ‘ઈન્કાર’ માટે બેસ્ એડિટરનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

એડિટર વામન ભોંસલેના નિધનના સમાચાર બાદ બોલિવૂડ ડિરેક્ટર સુભાષ ઘાઇએ શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, ‘એક પ્રતિભાશાળી ફિલ્મ એડિટરે કે જેમણે મારી પહેલી ફિલ્મ કાલીચરણથી લઈને વિલન સુધી દરેકનેએડિટ કરી હતી. મને શિક્ષકની જેમ પ્રભાવિત કર્યા અને મારી ફિલ્મ તાલનું પણ એડિટીંગ કર્યું.

ઉલ્લેખનીય છે કે જાણીતા એડિટર વામને સુપભાષ ઘાઈની ફિલ્મો ‘કાલીરચણ’ , ‘હીરો’, ‘રામલખન’, ‘ત્રિમૂર્તિ’ અને ‘ખલનાયક’ જેવી અનેક ફિલ્મો એડિટ કરી હતી આ સાથે જ ડિરેક્ટર તરીકે તેઓ સુભાષ ધાઈ સાથે પણ કામ કર્યું હતું.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code