
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ છેલ્લા 10 દિવસથી સ્થિર થયા છે. આમ છતાં રોજના 12 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક જ પરિવારમાં પતિ-પત્ની બન્ને કોરોના સંક્રમિત બને ત્યારે તેમના બાળકોને કોની પાસે મુકવા તે પ્રશ્ન વિકટ બનતો હોય છે. કોરોના સંક્રમણના પરિણામે કેટલાક પરિવારો છિન્નભિન્ન થઈ ગયા છે .સામાજિક રીતે બાળકો અને પરિવારજનોમાં કેટલીક નવી સમસ્યાઓ આકાર લઇ રહી છે .જેમાં કોરોના સંક્રમણ નો ભોગ બનેલા માતા-પિતા પોતાના સંતાનોને ક્યાં મુકવા એક નવી સમસ્યા થઈ છે ,તો કોરોનામાં જાન ગુમાવનાર માતાપિતાના સંતાનો ક્યાં મુકવા તે એક ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. હવે આવા પરિવારોના બાળકોની સરકાર કાળજી લેશે. જેમાં કોરોના સંક્રમણ નો ભોગ બનેલા દંપતીના સંતાનોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવશે તો કેટલાક કિસ્સામાં બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોની યાદી તૈયાર કરવા રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે હુકમ કર્યો છે.
રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં સમાજ સુરક્ષા વિભાગ જે બાળકો ના વાલીઓને કોરોના થયો હોય તેવા બાળકોની સારસંભાળ રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે 33 જિલ્લા ની કેટલીક સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે અને આ સંસ્થાઓમાં બાળકોને આશ્રય આપવામાં આવશે તે માટેના નિયમો નિર્ધિરિત કરવામાં આવ્યા છે. છોકરી હોય તો મહિલા કર્મચારીને ફરજિયાત મુકવામાં આવશે માતા-પિતા બંને ના અવસાન ના કિસ્સામાં બાળકોની અલગ યાદી બનાવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે જે બાળકોને ચાઈલ્ડ કેર સેન્ટરમાં મુકવા ની ગાઇડ લાઇન જાહેર કરવામા આવી છે