1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મધ્યપ્રદેશઃ કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સજ્જ, બાળકો માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ
મધ્યપ્રદેશઃ કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સજ્જ, બાળકો માટે  આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ

મધ્યપ્રદેશઃ કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સજ્જ, બાળકો માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ

0
Social Share
  • મધ્યપ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ
  • નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ત્રીજી લહેરની શક્યતાઓ
  • એમપીમાં બાળકો મનાટે આઈસીયૂ બેડની વ્યવસ્થા પર કાર્ય

દિલ્હીઃ-વિશ્વના દેશો કોરોના મહામારી સામે લડત લડી રહ્યા છએ ત્યારે આપણા દેશ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોનાની હાલની સ્થિતિને જોતા  નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ત્રીજ કોરોનાની લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાઓ વધારે છે

કોરોનાની સ્થિતિને જોતા મધ્ય પ્રદેશ સરકારે નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લીધી છે અને કોવિડ -19 ની ત્રીજી તરંગ સાથે કામ કરવા માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સરકારે બાળકો માટે રાજ્યની મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં 360  આઇસીયુ  બેડ તૈયાર કરવાની સૂચના આપી છે. તેની શરૂઆત ભોપાલમાંથી કરાઈ છે જ્યા હમીદિયા હોસ્પિટલમાં બાળકો માટે 50 બેડનું આઇસીયુ તૈયાર કરવામાં આવશે.

તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે રવિવારના રોજ તકોરોનાની ત્રીજી લહેર પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યની 13 સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના તબીબો અને તબીબી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ પછી, તેમણે અધિકારીઓને બાળકોની સારવાર માટે હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઇન્જેક્શન, અને આરોગ્ય ઉપકરણોની ખરીદી અને  તેને ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે કહ્યું છે કે આ કામ માટે જે પણ રકમ ખર્ચ થશે તે તમામ મેડિકલ કોલેજોને આપવામાં આવશે.

કોરોના દર્દીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યભરની કોવિડ હોસ્પિટલોમાં બેડ અને આઈસીયુ વોર્ડની સંખ્યા વધારવાનું કામ પહેલેથી જ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 13 મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં 1 હજાર 267 બેડ વધારવામાં આવી રહ્યા છે અને 767 આઈસીયુ અને એચડીયુ બેડ વધારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલોમાં 1000 ઓક્સિજન કોન્સેન્ટર્સ પણ ગોઠવવામાં આવી રહ્યા છે. તેમાંથી, 850 ઓક્સિજન બેડ ઓક્સિજન ઘટકથી સંચાલિત કરવામાં આવશે, જે 15% બેકઅપને કેન્દ્રિય ઓક્સિજન સપ્લાયથી અલગ રાખશે.

ઉલ્લેખનીય છે કે અનેક નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેર અંગે આગાહી કરી છે, જેને લઈને સમગ્ર દેશમાં ચિંતા વ્યાપી છે, હાલ બીજી લહેરમાં સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે ત્યારે ત્રીજી લહેરથી શુ પરિસ્થિતિ સર્જાઈ શકે તેની કલ્પના પણ ભયાનક હશે.ત્યારે રાજ્યમાં ત્રીજી લગેરને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code