1. Home
  2. ગુજરાતી
  3. RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ
RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ

RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ

0
Social Share
  • રિઝર્વ બેંકે વધુ એક બેંક સામે કરી કાર્યવાહી
  • રિઝર્વ બેંક પશ્વિમ બંગાળની યુનાઇટેડ કો ઑપરેટિવ બેંકની લાઇસન્સ રદ્દ કર્યું
  • બેંક પાસે બિઝનેસ માટે પર્યાપ્ત નાણાં ના હોવાથી RBIએ ભર્યું આ પગલું

નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક સામે કાર્યવાહી કરી છે. બિઝનેસ માટે અપર્યાપ્ત રકમ હોવાથી RBIએ પશ્વિમ બંગાળના બગનાન સ્થિત યુનાઇટેડ કો ઑપરેટિવ બેંકનનું લાયસન્સ રદ કર્યું છે.

બેંક પાસે બિઝનેસ માટે પર્યાપ્ત રકમ ના હોવાથી સર્વોચ્ચ બેંકે એક્શન લીધા હતા. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, આ સાથે જ બેંક 13 મે 2021થી બંધ થઇ જશે. બેન્કિંગ કારોબાર તાત્કાલિક બંધ કરવો પડશે.

RBIએ વધુમાં જણાવ્યું હતું કે, બેંક દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર દરેક જમાકર્તાઓને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન પાસેથી તેમના બધા જ પૈસા પાછા આપવામાં આવશે.

રિઝર્વ બેંક અનુસાર, બેંક પાસે પર્યાપ્ત નાણાં ના હોવાથી અને આવકની સંભાવના ના હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. બેંક પોતાની હાલની નાણાકીય પરિસ્થિતિમાં કોઇને પણ લોન આપવા માટે સક્ષમ નહીં હોય.

મીડિયાને સંબોધતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાની પહેલી લહર બાદ અર્થતંત્રમાં રિકવરીના સંકેત જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેરથી ફરીથી સંકટ ઉપસ્થિત થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીના સંકેત છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુથી ગ્રામીણ માંગમાં તેજીની શક્યતા છે. મેન્યુફેક્ચરિંગ એકમોમાં પણ ગતિ ધીમે ધીમે આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code