- હવે સરળતાપૂર્વક કોવેક્સિન મળી રહેશે
- ભારત બાયોટેકે 14 રાજ્યોને કોવેક્સિનની સીધી આપૂર્તિ કરી
- સ્વદેશી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન મહિનામાં બમણું કરી દેવામાં આવશે
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વેક્સેનશન કાર્યક્રમ વચ્ચે વેક્સિનની અછત જોવા મળી રહી છે ત્યારે હવે કોવેક્સિનની અછત જોવા નહીં મળે. ભારત બાયોટેકે મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં કોવિડ-19ની વેક્સિન કોવેક્સિનની સીધી આપૂર્તિ 1મેથી શરૂ કરી દીધી છે. કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા કરેલી ફાળવણી અનુસાર કોવિડ-19ની વેક્સિનની આપૂર્તિ શરૂ કરવામાં આવી છે.
ભારત બાયોટેકની જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા ઇલાએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેક 1 મે 2021થી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી ફાળવણીના આધાર પર રાજ્ય સરકારોને કોવેક્સિનની સીધી આપૂર્તિની પુષ્ટિ કરે છે. અન્ય રાજ્યોએ પણ વિનંતી કરી છે અને અમે સ્ટોકની ઉપલબ્ધતાના આધાર પર વિતરણ કરીશું. કંપની અત્યારે આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશને વેક્સિનની આપૂર્તિ કરી રહી છે.
Covaxin goes to Gandhinagar , Guwahati , Chennai , Hyderabad , Bengaluru & Bhuvneshwar. I thank all our employees @ BHarat bio who worked thru the holy month of Ramzan 🙌🏼 Eid Mubarak to all your family’s & God Bless 🙏🏼 https://t.co/MIVuHsMrtG
— suchitra ella (@SuchitraElla) May 14, 2021
સ્વદેશી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન મહિનામાં બમણું કરી દેવામાં આવશે તેવી કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે. ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિના સુધી દર મહિને 10 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન થવા લાગશે.