
- કોવિડ-19થી સાજા થયેલા લોકોને 9 મહિના બાદ વેક્સિન આપવાની ભલામણ
- રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે
- આ પહેલા આ જ સમૂહે આ અંતર 6 મહિનાનું રાખવાની ભલામણ કરી હતી
નવી દિલ્હી: જે લોકો કોરોનાથી સાજા થાય છે, તે લોકોને ત્યારબાદ વેક્સિન આપવામાં આવે છે, જો કે, સરકારી પેનલે ભલામણ કરી છે કે જે લોકો કોવિડ-19થી સાજા થઇ ગયા છે તેમને સંક્રમણથી સ્વસ્થ થયાના 9 મહિના બાદ કોરોનાની વેક્સિન આપવી જોઇએ. રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે. આ પહેલા આ જ સમૂહે આ અંતર 6 મહિનાનું રાખવાની ભલામણ કરી હતી.
સલાહકાર પેનલે કોવિશિલ્ડના બે ડોઝની વચ્ચેના અંતરને વધારીને 12-16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી ત્યારે NTAGI તરફથી આ ભલામણ કરાઇ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિશેષજ્ઞ પેનલે સમયમર્યાદાની સમીક્ષા કરવા માટે પેનલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ડેટાને સંદર્ભમાં રાખ્યા છે જેથી કોઇને ફરી સંક્રમિત થવાનો ખતરો ના રહે.
પેનલે કારણ દર્શાવ્યું છે કે, સંક્રમણ થવાના અને પહેલા ડોઝ મળવાના વચ્ચેના અંતરને વધારવાથી એન્ટિબોડીને વધુ વધવામાં મદદ મળી શકે છે. અમે એક ભલામણ કરી છે કે જેમાં કોરોના સંક્રમિત થયેલા લોકોના વેક્સિનેશનની સમય સીમાને વધારવાનું કહેવાયું છે.
પેનલે એવી પણ ભલામણ કરી છે કે ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓને રસીકરણ માટે યોગ્ય માનવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય એક-બે દિવસમા; આ મામલે નિર્ણય લઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કોરોનાથી સાજા થયેલા અને કોવિડ વેક્સીનના પહેલા ડોઝની વચ્ચે 6 મહિનાનું અંતર સુરક્ષિત છે.
NTAGIએ પહેલા કહ્યું હતું કે જે લોકોને વેક્સીનનો પેહેલો ડોઝ મળ્યો છે અને બીજા ડોઝ પહેલા કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમને સંક્રમણથી સાજા થયા બાદ 4થી 8 સપ્તાહ રાહ જોવી જોઈએ.