1. Home
  2. ગુજરાતી
  3. વરસાદની સીઝનમાં આવતા આલુ આપણાને રાખે છે તંદુરસ્ત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ
વરસાદની સીઝનમાં આવતા આલુ આપણાને રાખે છે તંદુરસ્ત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ

વરસાદની સીઝનમાં આવતા આલુ આપણાને રાખે છે તંદુરસ્ત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ

0
Social Share
  • દેખાવમાં લાલ ચટાકેદાર આલૂ શરીર માટે ગુણકારી
  • લોહીનો સ્ત્રોત છે આલૂ
  • પાચંનશક્તિ બનાવે છે મજબૂત
  • આલૂ ખાવાથી યાદ શક્તિ સારી બને છે

આમ તો દરેક ફ્રૂટ શરીર અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય જ છે, દરેક ફ્રૂટના પોતપોતાના જૂદા જુદા ગુણો હોય છે, જેમાં રહેલા વિટામિન્સ,મિનરલ, પોષ્ક તત્વો આરોગ્ય માટે ક્યાકને ક્યાક જરુરી સાબિત થાય જ છે, ત્યારે આજે આપણે વાત કરીશું લાલ આલુની જેને આલૂચા તરીકે પણ ઓળખવામાં આવે છે, લાલ આલૂ ખાવાથી ખૂબજ ફાયદાઓ થાય છે, શરીરમાં લોહીની માત્રા વધે છે તો પાચન શક્તિ પણ મજબૂત બને છે.

આલૂમાં ખાસ કરીને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.વિટામીન એ, સી, કે, વિટામીન-બી-6 વગેરે સિવાય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર પ્રાપ્ત થાય છે.
એક મધ્યમ આકારની આલુમાં લગભગ 1.3 એમ.જી. પોટેશિયમ જોવા મળે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન પણ સમાયેલું હોય છે.

જાણો આલૂ ખાવથી થતા અદભૂત ફાયદાઓ

  • આલૂનું નિયમિત સેવન કરવાથી લોહીની ખામી દૂર થાય છે.
  • આલૂ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી થઈ જાય છે.
  • આલૂમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.
  • આલૂ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
  • જે લોકોને શરદી અને તાવની સમસ્યા રહેતી હોય, તેમને આલુનું નિયમિત સેવન કરવું જોઈએ
  • આલુમાં ફાયબર વધુ જોવા મળે છે. એટલા માટે તે કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખે છે.
  • આલુ ખાવાથી આંતરડા તંદુરસ્ત રહે છે.
  • આલુનું સેવન કરવાથી લીવર સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે.
  • આલુમાં ફાયબર ઉપસ્થિત હોવાને કારણે તેનું નિયમિત સેવન કરવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્વસ્થ રહે છે.
  • આલુમાં વિટામિન એ જોવા મળે છે. એટલા માટે તેના સેવનથી આંખની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
  • આલુમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને લીધે તેનું નિયમિત સેવન કરવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે.
    આલુ ખાવાથી યાદદાસ્ત પણ સારી થઈ જાય છે
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code