1. Home
  2. ગુજરાતી
  3. વેક્સિન માટે સ્લોટ બુકિંગ વધુ ઝડપી બનશે, CoWIN સાથે વધુ 91 Apps જોડાઇ
વેક્સિન માટે સ્લોટ બુકિંગ વધુ ઝડપી બનશે, CoWIN સાથે વધુ 91 Apps જોડાઇ

વેક્સિન માટે સ્લોટ બુકિંગ વધુ ઝડપી બનશે, CoWIN સાથે વધુ 91 Apps જોડાઇ

0
Social Share
  • વેક્સિન સ્લોટ માટે હવે બુકિંગનું ટેન્શન દૂર
  • હવે કોવિન પોર્ટલ સાથે જોડાઇ અન્ય 91 એપ્સ
  • હવે નવી 91 એપ્લિકેશન-વેબસાઇટ પર વેક્સિનેશન સ્લોટ બુકિંગ પણ કરી શકાશે

નવી દિલ્હી: હવે વેક્સિનેશન માટે તમારે વેક્સિન સ્લોટ બૂકિંગ માટે વધુ ઝંઝટમાંથી પસાર નહીં થવું પડે. હવે વેક્સિન સ્લોટ બૂકિંગને લઇને સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પર વધુ 91 એપ્લિકેશન-વેબસાઇટ ઉમેરવામાં આવી છે. આને લીધે હવે નવી 91 એપ્લિકેશન-વેબસાઇટ પર વેક્સિનેશન સ્લોટ બુકિંગ પણ કરી શકાશે.

આ અંગે કોવિનના ચેરમેન R.S. Sharmaએ કહ્યું હતું કે, હવે કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ એપ સિવાય કોવિન સાથે 91 નવી એપ્લિકેશનો અને વેબસાઇટ્સને એકીકૃત કરવામાં આવી છે. 10 રાજ્ય સરકારોના બુકિંગ પ્લેટફોર્મ પણ કોવિન સાથે જોડાયેલા છે. હવે આ રાજ્ય સરકારોના પ્લેટફોર્મમાં પણ વેક્સિનના સ્લોટ બુક કરાવી શકાય છે.

આ સાથે, પેટીએમ, મેક્સ હેલ્થકેર, ઈન્ડિગો પણ કોવિન સાથે જોડાયા છે. આ સિવાય Max Health Care, Dr Reddys, Make My Trip, Indigo સહિતના અન્ય ખાનગી પ્લેટફોર્મ પણ CoWIN સાથે integrate કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હવે ધીરે ધીરે કોરોના વાયરસની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે અને દૈનિક સ્તરે નોંધાતા કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે , જો કે, કેટલાક નિષ્ણાતોના મતે ઓગસ્ટની આસપાસ કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે તેથી સરકાર પણ તેને લઇને અત્યારે એક્શનમાં છે અને તેની વિરુદ્વની લડત માટે પૂરી રીતે તૈયારી કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code