1. Home
  2. ગુજરાતી
  3. યોગ પણ ઓનલાઈનઃ 1500 શિબીરાર્થીઓ યોગની તાલીમ મેળવી રહ્યા છે
યોગ પણ ઓનલાઈનઃ 1500 શિબીરાર્થીઓ યોગની તાલીમ મેળવી રહ્યા છે

યોગ પણ ઓનલાઈનઃ 1500 શિબીરાર્થીઓ યોગની તાલીમ મેળવી રહ્યા છે

0
Social Share

ગાંધીનગરઃ વિશ્વ યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઈન શરૂ કરવામાં આવેલી યોગ શિબિરમાં શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ સંસ્થાના 1500 થી વધુ શિબિરાર્થીઓ પોતપોતાના ઘરેથી સોશિયલ મીડિયા ચેનલના માધ્યમથી ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન યોગ શિબિર ને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

21 જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજય યોગ બોર્ડ ના અધ્યક્ષ શીશપલજી રાજપૂતના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન માધ્યમથી યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાં ભાગરૂપે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ, ગાંધીનગર અને સ્વામિનારાયણ પોલિટેકનિક દ્વારા ઓનલાઇન યોગ શિબિરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા સવારે પોતપોતાના ઘરેથી સોશિયલ મીડિયાના માધ્યમથી યોગ પ્રશિક્ષક થકી યોગની નિયમિત તાલીમ લેવામાં આવી રહી છે. આ યોગ શિબિરમાં 1500 થી વધુ શિબિરાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ યોગ શિબિરની શરૂઆત 15મી જૂન ના રોજથી કરવામાં આવી હતી જેનું સમાપન 21 જૂન ના રોજ કરવામાં આવશે. જે અન્વયે સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વંડરાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી વિશ્વ આખું કોરોનાની મહામારી સમક્ષ ઝઝૂમી રહ્યું છે અને એની અસર સર્વે માનવોને થઈ છે નાના બાળકોથી લઇ યુવાન ગરીબ વેપારી અને નોકરિયાત દરેકને તેમજ સામાજિક અને આર્થિક તેમજ ધાર્મિક ક્ષેત્રે પણ સમાજને મોટું નુકસાન થયું છે આવા સમયે આત્મહત્યા અપરાધ અને ગૃહકલેશ જેવી ઘટનાઓ આસપાસ જોવા મળે છે.

હાલના સમયમાં દરેક મનુષ્ય મગજને સંતુલિત કરી સકારાત્મક વિચારો તરફ વળવું જોઈએ જેનું એક માત્ર સાધન યોગ છે યોગને આપણે શારીરિક કસરતના રૂપે જોઈએ છીએ એ માત્ર શારીરિક નહિં પણ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યનું છે .જે વ્યક્તિ નિયમિત યોગ કરતો હોય કે કપરા સમયમાં પણ મન સ્થિર રાખી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે . આજના હાડમારી ના સમયમાં નાના વેપારી થી લઈ મોટા પ્રોફેશનલ ને સમય અનુસાર મન પર કાબૂ રાખી પરિસ્થિતિને સંભાળવાનો સમય છે .હાલનું કપરો સમય પણ પસાર થઈ જશે પરંતુ આ મહામારી ના વાવાઝોડામાં સ્થિર મગજ વાળા જ ટકી શકશે .આ યોગ શિબિર દ્વારા વિદ્યાર્થીઓને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની યોગ સાધનાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું .

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code