
અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો ચકચારી કેસ: ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ
- અમેરિકાના સૌથી ચકચારી કેસની થઇ સુનાવણી
- અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ
- કે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા
નવી દિલ્હી: અમેરિકામાં ગત વર્ષે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની પોલીસ કસ્ટડીમાં હત્યા થઇ હતી. આ માટે જવાબદાર પૂર્વ પોલીસ કર્મી ડેરેક ચોવિનને હવે કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે ડેરેક ચોવિનને 22.5 વર્ષની જેલની સજા ફટકારી છે.
આપને જણાવી દઇએ કે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા અને મોટા શહેરોમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2002માં નકલી નોટના કેસમાં ચોવિને ફ્લોઇડને પકડ્યો હતો અને તેની ગરદન પર 9 મિનિટ સુધી પોતાનો પગ દબાવી રાખ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અમેરિકામાં રંગભેદને લઇને દેખાવો થયા હતા.
કેસની સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, ડેરેક ચોવિનની સજાતેને મળેલા અધિકારોના દુરુપયોગ બદલ અને જ્યોર્જ ફ્લોઇડ સાથે તેણે આચરેલી ક્રૂરતાના આધારે તેની સજ્જા નક્કી કરવામાં આવી છે.
અમેરિકામાં જ્યોર્જ ફલોઈડની હત્યા બાદ તોફાનો ફાટી નિકળ્યા હતા અને તેના કારણે મોટા શહેરોમાં ભારે અરાજકતા જોવા મળી હતી.મે 202માં નકલી નોટના કેસમાં ચોવિને ફ્લોઈડને પકડયો હતો અને તેની ગરદન પર નવ મિનિટ સુધી પોતાનો પગ દબાવી રાખ્યો હતો.જેના કારણે તેનુ મોત થયુ હતુ. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો.એ બાદ અમેરિકામાં રંગભેદને લઈને દેખાવો થયા હતા.
કોર્ટે આ માટે ડેરેક ચોવિનને દોષી કરાર આપ્યો હતો પણ તેની સજાની જાહેરાત બાકી હતી.ચોવિનના વકીલે જ્યોર્જ ફ્લોઈડની હત્યાને એક ભૂલ બતાવી હતી.કોર્ટે આપેલી સજાનુ ફ્લોઈડના પરિવારે સ્વાગત કર્યુ છે.ફ્લોઈડની બહેન બ્રિજેટે કહ્યુ હતુ કે, સજા બતાવે છે કે, પોલીસની બર્બરતાના મામલાને કોર્ટ દ્વારા ગંભીરતાથી લેવાઈ રહ્યા છે પણ હજી આપણે બહુ લાંબુ અંતર કાપવાનુ છે.
જ્યોર્જ ફ્લોઈડના ભાઈએ સુનાવણી દરમિયાન ચોવિનને મહત્તમ સજા થાય તેવી માંગ કરી હતી.દરમિયાન જજે સજા સંભળાવતા કહ્યુ હતુ કે, આ મામલો દેશ માટે દુખદ હતો પણ સૌથી વધારે દુખદ ફ્લોઈડના પરિવાર માટે હતો.
દરમિયાન ચોવિને પોતાની ભૂલ માટે માફી માંગી નહોતી પણ ચોવિનની માતાએ કહ્યુ હતુ કે, મને મારો પુત્ર નિર્દોષ હોવાનો ભરોસો પહેલેથી રહ્યો છે અને હજી પણ છે.