1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાને મોડી રાતે પોસ્ટ શેર કરીને કેટરીના કૈફને બર્થડે વિશ કર્યું-  કેપ્શનમાં લખ્યું કંઈક ખાસ
સલમાન ખાને મોડી રાતે પોસ્ટ શેર કરીને કેટરીના કૈફને બર્થડે વિશ કર્યું-  કેપ્શનમાં લખ્યું કંઈક ખાસ

સલમાન ખાને મોડી રાતે પોસ્ટ શેર કરીને કેટરીના કૈફને બર્થડે વિશ કર્યું-  કેપ્શનમાં લખ્યું કંઈક ખાસ

0
Social Share

 

  • સલમાન ખાને મોડી રાતે કેટરીના ને બર્થે વિશ કરી
  • કેપ્શનમાં લખ્યું કંઈક ખાસ

 

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફ 16 જુલાઈ વિતેલા દિવસના રોજ 38 વર્ષની થઈ છે. 16 જુલાઇના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે અનેક બોલિવૂડ સ્ટાર્સથી લઈને તેમના ચાહકોએ તેમને અભિનંદન આપ્યા હતા. તે સાથે જ કેટરિનાના ખાસ મિત્ર કહેવાતા સલમાન ખાને તેના જન્મદિવસ પર મોડી રાત્રે એક સુંદરપોસ્ટ શેર કરી છે.

સલમાન ખાને કેટરિના સાથે નો પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બંનેની બોન્ડિંગ સ્પષ્ટ જોઆ શકાય છે. જ્યારે બંને કપિલ શર્માના સેટ પર પહોંચ્યા હતા ત્યારનો આ ફોટો છે. આ દરમિયાન કેટરિના સલમાનના માઇકને ફિક્સ કરતી જોવા મળી રહી છે.

સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- ‘જન્મદિવસની ઘણી શુભેચ્છા કેટરિના. તમારું જીવન ઘણો બઘો પ્રેમ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિથી ભરેલું રહે.સલમાન ખાન અને કેટરીના કૈફ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં છે. આમાંની મોટા ભાગની ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘પાર્ટનર’, ‘એક થા ટાઇગર’, ‘સુલતાન’ અને ‘ટાઇગર જિંદા હૈ’ છે. જ્યારે પણ તે બંને પડદા પર એક સાથે આવ્યા છે ત્યારે તેઓએ લોકોનું દિલ જીતી લીધું છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ ટૂંક સમયમાં ટાઇગર 3 નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તેનું શૂટિંગ ઘણા યુરોપિયન દેશોમાં કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ટીમ ઓગસ્ટ મહિનામાં રવાના થશે અને બે મહિના સુધી શૂટિંગ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code