1. Home
  2. ગુજરાતી
  3. ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાની લાલચ પડી શકે છે ભારે, બાળકોનું ધ્યાન રાખવું જરૂરી
ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાની લાલચ પડી શકે છે ભારે, બાળકોનું ધ્યાન રાખવું જરૂરી

ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાની લાલચ પડી શકે છે ભારે, બાળકોનું ધ્યાન રાખવું જરૂરી

0
Social Share
  • બાળકોને ઓનલાઈન ગેમ રમતા રોકો
  • ઓનલાઈન ગેમ રમીને બાળકોને મળશે પૈસાની લાલચ
  • બાળકોને ખોટા રસ્તે દોરી શકે છે ઓનલાઈન ગેમ્સ

અમદાવાદ :છેલ્લા કેટલાક વર્ષથી ઓનલાઈન ગેમ રમવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકોને તેમાં આનંદ આવી રહ્યો છે ત્યારે લોકોને ઓનલાઈન ગેમ તરફ આકર્ષિત કરવા માટે હવે તે ગેમિંગ કંપનીઓ પૈસાની લાલચ પણ આપી રહી છે. ઓનલાઇન કોમ્પ્યુટર ગેમ લોકોમાં ઝડપથી સ્થાન બનાવી રહ્યું છે.વેબ આધારિત ગેમ રમીને લોકો વધારે રૂપિયા કમાઈ રહ્યા છે. આજે દુનિયામાં વિડીયો ગેમ રમીને પૈસા બનાવવાનું શક્ય બન્યું છે.

જાણકારોના કહેવા મુજબ ઓનલાઈન ગેમ રમવી સારી વસ્તુ છે પણ તે આનંદ પુરતી હોવી જોઈએ, પણ તેમાંથી મળતા પૈસા, તેની લાલચ અને આદત પડી જાય તો તે કોઈ પણ બાળકનું ભવિષ્ય બગાડી શકે તેમ છે.

આ કંપનીઓ દ્વારા લોકોને લાખો રૂપિયા કમાવવાની લાલચ અને તેવા સપના બતાવીને લોકોને અન્ય કામ કરતા રોકી શકે છે અને લોકોને પૈસા કમાવવાનો શોર્ટકટ રસ્તો બતાવતી હોય છે.

આજકાલ માર્કેટમાં તથા કોઈપણ ફિલ્ડમાં કોમ્પિટિશન વધી છે અને તેના કારણે લોકોને વધારે મહેનત કરવી પડી રહી છે. લોકોને વધારે મહેનત ન કરવી પડે તે માટે લોકો આ પ્રકારના શોર્ટકટ અપવાનીને પૈસા કમાવવાનો પ્રયાસ કરતા હોય છે.  જો કે મહત્વની વાત એ છે કે ઓનલાઈન ગેમ્સનો ટ્રેન્ડ હવે માત્ર બાળકોમાં નહી પંરતુ યુવાન અને મોટા લોકોમાં પણ જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code