ટોકિયો ઓલમ્પિક પર કોરોનાનું જોખમઃ રમતોત્સવ શરુ થવાના 5 દિવસ પહેલા જ બે એથલિક ઓલમ્પિક ખેલાડીઓ કોરોના સંક્રમિત મળતા ચિંતાનો માહોલ
- ઓલમ્પિક પર કોરોનાનું જોખમ
- બે બે એથલિક ઓલમ્પિક ખેલાડીઓ કોરોના સંક્રમિત
- વિતેલા દિવસે એક વ્યક્તિ પણ સંક્રમિત મળી આવ્યો હતો
દિલ્હીઃ- જાપાનની રાજધાની ટોકિયોમાં ઓલિમ્પિક રમતોત્સવની પાંચ દિવસ પછી શરુાત થનાર છે, ત્યારે હવે બે રમતવીરો ઓલિમ્પિક વિલેજમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઓલિમ્પિક આયોજન સમિતિના અધિકારીઓએ આ બાબતે માહિતી આપી છે. શનિવારે પણ એક વ્યક્તિ રમતગમતની ઘટના અને ઓલિમ્પિક વિલેજથી દૂર થઈ ગયો હતો. ને કોરોના સંક્રમણ થયું હોવાથી તેને અન્ય ઓલમ્પિક વિલેજથી દૂર કરાયો હતો,જેથી રમતવીરોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ.
ઉલ્લેખનીય છે કે, 5 દિવસ બાદ રમતોત્સવના શુભઆરંભમાં હજારો રમતવીરો અને અધિકારીઓ આ સમયે ઉપસ્થિત રહેશે. આવી કડક દેખરેખની વચ્ચે ખેલાડીઓ કોરોના સંક્રમિત ખળભરાટ મચવા પામ્યો છે.આ સમગ્ર દરમિયાન, ટોકીયોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે.જેને લઈને કોટીયો ઓલમ્પિક પર ચિંતાના વાદળઓ છવાયા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસને કારણે ઓલિમ્પિક રમતોને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેને જુલાઈમાં આયોજન કરવાનું નક્કી કરાયું હચું ,જેમાં ઓલિમ્પિકના આયોજકોએ કોરોના સંક્રમણને રોકવા માટે કડક વ્યવસ્થા કરી છે. છત્તા પણ કોરોના ગ્રસ્ત ખેલાડી મળી આવતા વ્યવસ્થાપન હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત તરફથી રમતવીરોની પ્રથમ બેચ ગઈકાલે ટોકીયો જવા રવાના થઈ હતી. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારતીય રમતવીરો અને ટોકીયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા આઠ રમતોના સહયોગી સભ્યોને ઔપચારિક વિદાય આપી.