જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણઃ લશ્કરના ટોપ કમાન્ડર સહીત બે આતંકીઓ ઢેર
- જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સાના વચ્ચે મૂઠભેદ
- લશ્કરના ટોપ કમાન્ડર સહીત બે આતંકીઓ માર્યા ગયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર જે દેશનો અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે,જ્યા દુશ્મન દેશની નજર હંમેશા અટકેલી રહેલી હોય છે,અવાર નવાર આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતા રહેતા હોય છે, જો કે, ભારતીય સેનાના જવાનો આતંકીઓ સામે ખડેપગે રહીને તેમને તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ બનાવતા હોય છે, ત્યારે ફરી દક્ષિણ કાશ્મીરના શોપિયમાં આતંકીઓએ નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્ન કર્યા હતા.
મળતી માહિતી મજબ જિલ્લાના ચક-એ-સાદિક ખાન વિસ્તારમાં આતંકીઓની હિલચાલ બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં, આતંકવાદીઓ સાથે સંપર્ક પ્રાપ્ત કરી શકાયો ન હતો, તેથી ઘરે ઘરે તપાસ શરૂ કરાઈ હતી. સખ્ત ઘેરાબંધી જોઈને સંતાયેલા આતંકીઓએ સામેથી સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. પહેલા સુરક્ષા દળોએ તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ તેઓ ફાયરિંગ કરતા રહ્યા.એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
ફાયરિંગ કરતા સમયે આતંકીઓએ પોતાના બચાવ માટે ભાગવાના પ્રયત્નો કર્યા હતા ,સેના તરફથી તેમને રોકવા માટે જવાબી ગોળીબાર સાથે એન્કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી ત્યાર બાદ થોડીજ વારમાં બે આતંકીઓ લશ્કરના ટોચના કમાન્ડર અકરમ સહિત સુરક્ષા દળોની ગોળીઓનું નિશાન બની ગયા. મોડી રાત્રે કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આ મામલે પુષ્ટિ કરી હતી.
આ મામલે કાશ્મીરના આઈજીપીના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકીઓમાં ટોચનો લશ્કર કમાન્ડર અશફાક દાર ઉર્ફે અબુ અક્રમનો પણ સમાવેશ થાય છે. અકરમ ચાર વર્ષથી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો.ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારના રોજ એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને સેના તરફથી ઘેરાબંધી કરવામાં આવી છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો જેથી અંધારાનો ફાયદો ઉઠાવી આતંકવાદીઓ ભાગી ન જાય છેવટે સુરક્ષા દળોને મોટી સફળતા પ્રાપ્ત થી હતી.


