1. Home
  2. ગુજરાતી
  3. ‘બચપન કા પ્યાર મેરા…..’ સોંગથી ફેમસ બનેલા બાળકની મુલાકાત કરશે બોલિવૂડના મશહૂર સિંગર બાદશાહ
‘બચપન કા પ્યાર મેરા…..’ સોંગથી ફેમસ બનેલા બાળકની મુલાકાત કરશે બોલિવૂડના મશહૂર સિંગર બાદશાહ

‘બચપન કા પ્યાર મેરા…..’ સોંગથી ફેમસ બનેલા બાળકની મુલાકાત કરશે બોલિવૂડના મશહૂર સિંગર બાદશાહ

0
Social Share
  • બચપન કા પ્યાર..વાયરલ વીડિયો
  • બાદશાહ એ આ સોંગ ગાનાર બાળકને મળવા બોલાવ્યો
  • સોશિયલ મીડિયા પર વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે
  • બે વર્ષ પહેલાનો આ વીડિયો હવે થયો વાયરલ

મુંબઈઃ-આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્કૂલનો યુનિફોર્મ પહેરી  એક 5 થી 6 વર્ષનો બાળક ‘જાને મેરી જાનેમન બચપન કા પ્યાર’ સોંગ ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો આમ તો બે વર્ષ જૂનો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના કારણે આ વીડિયો જોતજોતામાં કરોડો દર્શકો સુધી પહોંચી ગયો છે, ત્યારે રહવે બોલિવૂડના જાણીતા માનીતા સિંગર બાદશાહે પણ આ બાળક તરફ ધ્યાન ગદોર્યું છે,અને તેને મળવા માટે બોલાવ્યો છે.

જો આપણે તેના અસલ વીડિયોની વાત કરીએ, તો સ્કૂલનો ગણવેશ પહેરેલો બાળક શિક્ષકોની સામે ‘બચપન કા પ્યાર ભુલ નહીં જાન રે’ સોંગ પોતાના અંદાજમાં મસ્ત બનીને ખુલ્લા મનથી ગાતો જોવા મળે છે. આ બાળકનું નામ સહદેવ છે, જે છત્તીસગના સુકમાના છીંદગઢ બ્લોકમાં રહે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે બે વર્ષ જૂનો છે.જો કે સોશિયલ મીડિયા અત્યારે એવું માધ્યમન બન્યું છે કે ગમે ત્યારે તે કોઈ પણ સામાન્ય વ્યક્તિને ફેસમ કરી શકે છે, બસ તેનામાં ટેલેન્ટ હોવું જોઈએ.

ઉલ્ખેનયી છે કે,’બચપન કા પ્યાર ભુલ નહીં જાના રે’ ના સોંદ પર અનેક યૂઝર્સ પોતાના વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે,આવા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.સામાન્ય લોકોની સાથે, ઘણા સ્ટાર્સે પણ આ ગીત પર પોતાની રીલ્સ શેર કરી છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code